શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા પ. પૂ. સત્ય સંકલ્પ દાસજી સ્વામી શ્રીની પ્રેરણાથી એસએમવીએસ યુકે દ્વારા પોતાના ક્વીન્સબરી લંડન સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલબીઇંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેરો ઈસ્ટના એમપી બોબ બ્લેકમેન, બ્રેન્ટ કાઉન્સિલના લીડર મોહમ્મદ બટ્ટ, સ્થાનિક કાઉન્સિલર કાંતાબેન મિસ્ત્રી તથા અન્ય સ્થાનિક સંસ્થાઓના વડા ઓએ હાજરી આપી હતી.

બ્રેન્ટ કાઉન્સિલ, બ્રેન્ટ હેલ્થ મેટર અને એન.એચ.એસ. દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સ્ટોલ, હેલ્થ ટોક અને હેલ્થ સ્ક્રિનિંગની સેવાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમનો 250થી વધારે સ્થાનિક લોકોએ લાભ લીધો હતો.

એસએમવીએસ યુકેના કમલેશભાઈ રામાણીએ જણાવ્યું હતું કે ‘’આ પ્રોગ્રામથી સ્થાનિક લોકોને ઘણો લાભ થયો છે અને આવા આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો સંસ્થા દ્વારા સમયાંતરે યોજવામાં આવશે.’’

2 COMMENTS

  1. These are actually wonderful ideas in about blogging. You have touched some pleasant things here.
    Any way keep up writing.

  2. We are a group of volunteers and opening a new scheme in our community.
    Your site provided us with valuable information to work on. You’ve done a formidable job and our entire community will be
    thankful to you.

LEAVE A REPLY

5 × one =