તનવીર ખાલિક (છબી: વેસ્ટ મિડલેન્ડ પોલીસ)

બે કિલો વજનના લગભગ £90,000ની કિંમતના કોકેઈનના બે બ્લોક અને £150,000ની રોકડ રકમ સાથે પકડાયેલા ક્રેડલી હીથના ડ્રગ ડીલર તનવીર ખાલિકને પાંચ વર્ષની જેલ કરવામાં આવી છે.

44 વર્ષીય ખાલિક ગયા વર્ષે 5 જુલાઈના રોજ હેલેસોવનના લોંગ લેન પરથી વોક્સહોલ કોર્સા કાર લઇને પસાર થતો હતો ત્યારે તેને અટકાવાયો હતો. તેની કારમાંથી ગાંજાની ગંધ આવતા પોલીસે અધિકારીઓએ તપાસ કરતા કારના ફૂટવેલમાંથી ક્લાસ B ડ્રગ્સ ધરાવતી બેગ મળી હતી. પોલીસે વધુ તપાસ કરતાં £150,000 રોકડ ધરાવતા કાર્ડબોર્ડ બોક્સ મળ્યા હતા. પોલીસને તેની પાસેથી £1,340, મોબાઈલ ફોન અને રેનો કારની ચાવી પણ મળતા તે જપ્ત કરાયા હતા.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે ખાલિકના બેરમોર રોડ, ક્રેડલી હીથ, સેન્ડવેલ ખાતેના ઘરની તપાસ કરતા થોડી માત્રામાં ગાંજો મળ્યો હતો. પોલીસે ઘરની નજીક પાર્ક કરેલી લાલ રેનો ક્લિઓની તપાસ કરતા બે કિલો વજનના લગભગ £90,000ની કિંમતના કોકેઈનના બે બ્લોક મળ્યા હતા.

ખાલીકે કોકેઈન સપ્લાય કરવાના ઈરાદા સાથે કબજો રાખવાના, મની લોન્ડરિંગ અને કેનાબીસ રાખવાના આરોપો કોર્ટમાં આરોપો સ્વીકારી લેતા મંગળવારે, 10 મેના રોજ વોરીક ક્રાઉન કોર્ટે પાંચ વર્ષ અને એક મહિનાની જેલ કરી હતી.