Ballot Box assembly elections in Gujarat
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નવ વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે ગુજરાતની મુલાકાતે આવી હતી. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી સાથે મળીને ECI-ઈલેકશન કમિશનની આ ટીમે 17 અને 18 સપ્ટેમ્બરની તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનર સાથે ચૂંટણી તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકોમાં મતદાર યાદી અને SSR, EVM-VVPAT, મતદાન મથકો પર ખાતરીપૂર્વકની લઘુતમ સુવિધા, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, SVEEP, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેની પૂર્વ તૈયારીઓને ચૂંટણી પંચ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાર યાદીને અદ્યતન બનાવવી કે ચૂંટણીમાં સામેલ થનારા અધિકારી-કર્મચારીઓની તાલીમ આપવા સહિતના કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત રાજ્ય વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આગામી ચૂંટણી દરમિયાન સારી રીતે સંચાલન થાય, તેવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી અભિપ્રાય લેવાયા હતા.રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે ચૂંટણી પંચની ટીમે બેઠક યોજી હતી. જેમાં આગામી ચૂંટણીઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.

LEAVE A REPLY

nineteen − 12 =