Kapil Sharma tried his luck in music videos as a singer
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

જાણીતા કોમેડી શો- ધ કપિલ શર્મા શો અંગે નવી ખબર બહાર આવી છે. આ કોમેડી શો ફરીથી જોવા મળશે તેવી જાહેરાત અર્ચના પૂરન સિંઘે કરી છે. ટૂંક સમયમાં ટીવી પર કમબેક કરવા જઈ રહ્યો છે, પરંતુ હવે આ શો સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને ફેન્સનું દિલ તૂટી શકે છે.

અર્ચના પુરણ સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે અને પ્રોમો શૂટની ઝલક પણ બતાવી છે. આ વીડિયો જોઈને લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને હવે તેઓ તેમના ફેવરિટ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ અર્ચનાએ શેર કરેલા વીડિયોને જોઈને લાગે છે કે આ શોમાં કોઈ કોમેડિયન જોવા નહીં મળે.

અર્ચના પુરણ સિંહે તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, કપિલ શર્મા શોના પ્રોમોના શૂટ માટે જઈ રહી છું. હા, તે નવા સાહસ અને નવા સ્વરૂપે સાથે ફરીથી જોવા મળશે.’ કહેવાય છે કે, નવી સિઝનમાં કોમેડિયન ભારતી સિંહ નહીં જોવા મળે. અગાઉ આ શોના કલાકારો કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, ચંદન પ્રભાકર અને સુમોના ચક્રવર્તી તાજેતરમાં કેનેડાના પ્રવાસે હતા. આ સિવાય શોમાં ચાર નવા સભ્યો પણ જોવા મળી શકે છે.

LEAVE A REPLY

eleven + 18 =