Thomas-O'heloran
Thomas-O'heloran-Murder

મંગળવાર તા. 16 ઓગસ્ટના રોજ સાંજે ગ્રીનફર્ડમાં કેટોન રોડ, વેસ્ટર્ન એવેન્યુમાં કોઇ જ ઉશ્કેરણી વગર એક આઘાતજનક કૃત્યમાં મોબિલિટી સ્કૂટર સવાર 87 વર્ષના થોમસ ઓ’હેલોરનની હત્યા કરવા બદલ સાઉથોલમાં રહેતા 44 વર્ષીય લી બાયર પર આરોપ મૂકવામાં આવ્યો હતો. જેને 19 ઓગસ્ટના રોજ વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો.

સ્ટ્રીટ બસ્કર થોમસ હુમલો થયો તે પહેલા તેઓ યુક્રેન માટે નાણાં એકત્ર કરતા હતા. તેમણે છરાના ઘા વાગ્યા હોવા છતાં મદદ મેળવવા માટે તેમના સ્કૂટર પર 75 યાર્ડની મુસાફરી કરી હતી.

આ હુમલાની અંતિમ ક્ષણો સીસીટીવીમાં કેદ થઈ હતી. સ્થાનિક દુકાનમાં કામ કરતા રોનક પટેલે પણ સીસીટીવી ફૂટેજમાં થોમસને જોયા હતા. તેઓ ટેસ્કો પાસે એકોર્ડિયન વગાડતા હતા. ફોર્સે ઘટનાસ્થળેથી છરી લઈને ભાગી રહેલા એક શકમંદની તસવીર જાહેર કરી લોકોને માહિતી આપવા અપીલ કરી હતી.

થોમસ ઓ’હેલોરનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેઓ બસમાં જતા હતા ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. તેઓ એકોર્ડિયન વગાડી પરિવાર માટે થોડા ઘણાં પૈસા કમાતા હતા. તેઓ ગ્રીનફર્ડ સ્ટેશનની બહાર બસિંગ કરવા માટે સ્થાનિક લોકોમાં જાણીતા અને ખૂબ જ પ્રિય સભ્ય હતા.

(Image: Met Police)