(ANI Photo)

ભારતના કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર અડધી સદી અને ચેતેશ્વર પૂજારાની મહત્વની ઈનિંગ્સ છતાં મંગળવારથી શરૂ થયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 223 રનમાં સમેટાઈ ગયો હતી. જેના જવાબમાં પ્રથમ દિવસના અંતે સાઉથ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગમાં 159 રનમાં છ વિકેટ ગુમાવી હતી.

કેપટાઉનમાં રમાઈ રહેલી નિર્ણાયક ટેસ્ટના પ્રથમ દિવસે જ સાઉથ આફ્રિકન બોલર્સે દમદાર પ્રદર્શન કરીને ભારતને મોટો સ્કોર કરવા દીધો ન હતો. છે. બીજી ટેસ્ટમાં ઈજાના કારણે ન રમી શકનારા સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, સાઉથ આફ્રિકન બોલર્સે ભારતનો આ નિર્ણય ખોટો ઠેરવ્યો હતો.

ભારતે 33 રનમાં પોતાના બંને ઓપનર્સ ગુમાવી દીધા હતા. લોકેશ રાહુલ 12 અને મયંક અગ્રવાલ 15 રન નોંધાવીને આઉટ થયા હતા. આમ શરૂઆતમાં જ બંને ઓપનર્સ ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ બેકફૂટ પર આવી ગઈ હતીભારતીય ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. જોકે, કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી. આ બંને બેટ્સમેનોએ ધીરજ અને મક્કમતાપૂર્વક બેટિંગ કરી હતી અને સાઉથ આફ્રિકાની ઝંઝાવાતી બોલિંગનો સામનો કર્યો હતો. તેમણે ધીમે ધીમે સ્કોરને આગળ ધપાવ્યો હતો. જોકે, પૂજારા સેટ થઈ ગયો હતો ત્યારે જ માર્કો જેનસેને તેને આઉટ કરીને યજમાન ટીમને મોટી સફળતા અપાવી હતી. પૂજારાએ સાત ચોગ્ગાની મદદથી 77 બોલમાં 43 રન ફટકાર્યા હતા