સાઉથ વેસ્ટ લંડનના ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપને બાલમ અને ટૂટીંગ વિસ્તારમાં સમુદાયને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરવા બદલ ખૂબ પ્રશંસનીય “BATCA કોમ્યુનિટી એવોર્ડ 2024” એનાયત કરાયો છે.
BATCA એવોર્ડ્ઝ 2024માં ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપને સૌથી વધુ નોમિનેશન મળ્યા હતા. જેને પગલે ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપને વર્ષનું સૌથી લોકપ્રિય ગ્રુપ જાહેર કરાયું હતું.
ગ્રુપના વડા ડૉ. આશિષ પટેલે ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપના બધા શિક્ષકો, સમર્પિત સ્વયંસેવકો, માતા-પિતા, બાળકો, દાતાઓ અને અમારા સમગ્ર હિંદુ સમુદાયનો આખા વર્ષ દરમિયાન સતત સહકાર આપવા બદલ નિષ્ઠાપૂર્વક આભાર માન્યો હતો. સંસ્થા દ્વારા આગામી તા. 24મી માર્ચ રવિવારના રોજ હોળી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.

            












