(PTI Photo/BWF/Badminton Photo)
ભારતની ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે બેડમિંટનમાં બીડબ્લ્યુએફ સુપર 750 ટુર્નામેન્ટમાં – સિંગાપોર બેડમિંટન ઓપન 2024માં સૌપ્રથમવાર સેમિફાઈનલ સુધી પહોંચીને તેમની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ ગયા સપ્તાહે કર્યો હતો, તો એ સિવાયના ભારતીય શટલર્સ તો એ પહેલા જ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.
સ્પર્ધાની મહિલા ડબલ્સમાં શનિવારે (1 જુન) ટ્રીસા – ગાયત્રીનો જાપાનની વિશ્વની ચોથા ક્રમની હરીફ જોડી નામી માત્સુયામા – ચિહારુ શિદા સામે ભારે સંઘર્ષ પછી 23-21, 21-11થી પરાજય થયો હતો. ભારતીય જોડી વિશ્વમાં 30મો ક્રમ ધરાવે છે.
જો કે, 2022ની બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક વિજેતા ટ્રીસા – ગાયત્રીએ અગાઉ બીજા રાઉન્ડમાં ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટનની ચેમ્પિયન જોડી, કોરીઆની બાએક હા ના તથા લી સો હીને હરાવી સનસનાટી સર્જી હતી.
ભારતના અન્ય સ્પર્ધકોમાં પી. વી. સિંઘુ અને એચ. એસ. પ્રણોય ગુરૂવારે બીજા રાઉન્ડમાં પરાજિત થયા હતા, તો પુરૂષોની ડબલ્સની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ પ્રથમ રાઉન્ડમાં જ હારી ગયા હતા.

LEAVE A REPLY