(Chandra Mouli Nagamallaiah/FB via PTI Photo)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ડલ્લાસના ભારતીય મૂળના મોટેલ મેનેજર ચંદ્રમૌલી “બોબ” નાગમલ્લાયાને સન્માનિત વ્યક્તિ ગણાવ્યાં હતાં અને આરોપીને આકરી સજા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે નાગમલ્લાયાનું એક ક્યુબન નાગરિકે માથુ કાપીને ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી.

આ જઘન્ય હત્યા અંગેની પહેલી ટિપ્પણીમાં ટ્રમ્પે તેમના પુરોગામી પ્રેસિડન્ટ જો બાઇડનની ઇમિગ્રેશન નીતિઓને દોષી ઠેરવી હતી અને હુમલાખોર યોર્ડાનિસ કોબોસ-માર્ટિનેઝને ગેરકાયદેસર એલિયન ગણાવ્યો હતો.

ટ્રમ્પે રવિવારે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ટેક્સાસના ડલ્લાસમાં એક આદરણીય વ્યક્તિ ચંદ્ર નાગમલ્લૈયાની હત્યા અંગેના ભયંકર અહેવાલોથી હું વાકેફ છું, જેમનું ક્યુબાના એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે તેમની પત્ની અને પુત્રની સામે ક્રૂરતાથી માથું કાપી નાખવામાં આવ્યું હતું. કસ્ટડીમાં રહેલા ગુનેગાર પર કાયદાની સંપૂર્ણ હદ સુધી કાર્યવાહી કરાશે. તેના પર ફર્સ્ટ ડિગ્રીમાં હત્યાનો આરોપ મૂકવામાં આવશે.

યુએસ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે આ કેસમાં આરોપીની અગાઉ બાળ જાતીય શોષણ, ગ્રાન્ડ થેફ્ટ ઓટો સહિતના ભયંકર ગુનાઓ માટે ધરપકડ કરાઈ હતી, પરંતુ બિનકાર્યક્ષમ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બાઇડન હેઠળ તેને દેશમાં મુક્ત કરાયો હતો. કારણ કે ક્યુબા આવા દુષ્ટ વ્યક્તિ ઇચ્છતું ન હતું. આની સામે તેમણે જણાવ્યું હતું કે “નિશ્ચિત રહો, મારા શાસન હેઠળ આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ રાખવાનો સમય પૂરો થઈ ગયો છે.

કોબોસ-માર્ટિનેઝને આ વર્ષની શરૂઆતમાં ICE કસ્ટડીમાંથી મુક્ત કરાયો હતો, કારણ કે ક્યુબાએ તેના ગુનાહિત રેકોર્ડને કારણે તેના દેશનિકાલને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

LEAVE A REPLY