ફાઇલ ફોટો (PTI Photo)

ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગ સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસના ભાગ રૂપે સત્તા સંભાળ્યા પછી ચીનની મુસાફરી કરવા માંગે છે, અને ભારતની મુલાકાત અંગે સલાહકારો સાથે પણ વાતચીત કરી છે, એમ શનિવારે વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું હતાં.

આ ફાઇનાન્શિયલ ન્યૂઝપેપરે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ટ્રમ્પે સલાહકારો સાથે ભારતની સંભવિત યાત્રા વિશે પણ વાતચીત કરી છે. ગયા મહિને વિદેશ પ્રધાન એસ જયશંકરે ક્રિસમસની આસપાસ વોશિંગ્ટન ડીસીની મુલાકાત લીધી ત્યારે પ્રારંભિક સ્તરની વાતચીત શરૂ કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓની બનેલી QUAD સમિટની યજમાની કરવા માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે. આ મુલાકાત એપ્રિલની શરૂઆતમાં અથવા આ વર્ષના પાનખરમાં થઈ શકે છે. ટ્રમ્પ આ સ્પ્રીન્ગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના યાત્રા માટે આમંત્રણ આપે તેવી શક્યતા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments