પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોલોરાડોમાં બે ભારતીય રેસ્ટોરાંએ રોકાણકારોને સાથે 380,000 ડોલરની છેતરપિંડી કરી હોવાના રાજ્યોના નિયમનકારોએ આરોપ મૂક્યો છે અને આ નાણાની રિકવરી કરવાની કાર્યવાહી ચાલુ કરી છે.

કોલોરાડો ડિવિઝન ઓફ સિક્યોરિટીઝે આરોપ મૂક્યો છે કે ભારતીય રેસ્ટોરાં બોમ્બે ક્લે ઓવન અને સોસી બોમ્બેના માલિકોએ રાષ્ટ્રવ્યાપી વિસ્તરણ માટેની તેમની ભવ્ય સ્કીમોનું રોકાણકારોને વેચાણ કરવા માટે “અર્ધ સત્ય અને અસત્ય”નો ઉપયોગ કર્યો હતો.

આ બે રેસ્ટોરાં ધ બોમ્બે ગ્રુપ (TBG)ની માલિકીની છે. તેને સિક્યોરિટીઝ બ્રોકર માઈકલ બિસોનેટ સાથે કરાર કર્યો હતો અને સ્કીમોનું વેચાણ કર્યું હતું.

2014માં TBG બે રેસ્ટોરાંની માલિકી ધરાવતી હતી. તેમાં બોમ્બે ક્લે ઓવન અને સોસી બોમ્બેનો સમાવેશ થાય છે. બોમ્બે ક્લે ઓવન નામની રેસ્ટોરન્ટ બે દાયકાથી કાર્યરત હતી, જ્યારે સોસી બોમ્બે એક ફૂડ કોર્ટ હતી અને તે નવું સાહસ હતું. TBGએ સોસી બોમ્બેની ફ્રેન્ચાઇઝ આપવાની યોજના બનાવી હતી. રોકાણકારોએ તેમાં રોકાણ કર્યું હતું. પરંતુ રોકાણને નાણા પરત મળ્યા ન હતા.

LEAVE A REPLY

two + fourteen =