યુકેમાં નશીલા દ્રવ્યો સંબંધિત કાયદાનું ઉલ્લંઘન કરવાના કેસમાં ગુજરાતી શખ્સને 14 માસની જેલ સજા ફટકારવામાં આવી છે. 38 વર્ષીય દર્શન પટેલ સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડમાં સ્વિન્ડનના રહેવાસી છે. આ અંગે બ્રિટિશ પોલીસે જણાવ્યું હતું કે ભાંગના વાવેતરને નિયંત્રિત કરતાં કાયદાનો અયોગ્ય રીતે ઉપયોગ કરી તેની મદદથી ગાંજાના ઉત્પાદનો વેચવાના કેસમાં પટેલની ધરપકડ કરાઈ છે. ઓક્ટોબર, 2020માં યુકેની બોર્ડર એજન્સી દ્વારા કેનેબિસના કેટલાંક પેકેટ્સ પકડવામાં આવ્યાં હતાં જેની તપાસ પટેલ અને તેની કંપની સુધી પહોંચી હતી. બ્રિટનના મિસયુઝ ઓફ ડ્રગ્સ એક્ટ 1971, હેઠળ ગાંજાના પત્તા કે ફૂલ વેચવા પર પ્રતિબંધ છે. 2021માં દર્શન પટેલના ઘરે પડાયેલા દરોડામાં ગાંજાના વિવિધ ઉત્પાદનો અને મોટી સંખ્યામાં રોકડ મળી આવી હતી. જેથી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં સ્વિન્ડન ક્રાઉન કોર્ટે પટેલને ગાંજો રાખવાના કેસમાં 14 માસની સજા સંભળાવી હતી.

LEAVE A REPLY

7 + four =