યુકેમાં હાઉસ ઓફ કોમન્સ ખાતે તેલુગુ ફિલ્મોના પીઢ અભિનેતા ચિરંજીવીનું તાજેતરમાં બ્રિજ ઇન્ડિયા દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનત કરવામાં આવ્યું હતું.
આ સન્માન અંગે ચિરંજીવીએ સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરીને આભાર વ્યક્ત કરતા લખ્યું હતું કે, “હાઉસ ઓફ કોમન્સ-યુકેની સંસદમાં સાંસદો, પ્રધાનો, અંડર સેક્રેટરી અને રાજદ્વારીઓ દ્વારા સન્માનિત થવા બદલ હું કૃતજ્ઞતા અનુભવું છું.” ચિરંજીવીએ તેમના ચાહકો, ફિલ્મ સમુદાય, શુભેચ્છકો અને પરિવારનો તેમના માનવતાવાદી કાર્યો સહિત તેમની જીવન સફર દરમિયાન આપેલા સ્નેહ બદલ આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ સન્માન મને મારા કાર્યને વધુ ઉત્સાહ સાથે આગળ વધારવા માટે પ્રેરિત કરે છે. તમારા અભિનંદન માટે તમામ સ્નેહ.”

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments