આ‌ફ્રિકન અમે‌રિકન અશ્વેત જ્યોર્જ ફલોઇડ શ્વેત પો‌લિસ અ‌ધિકારીના હાથે મૃત્યુ પામ્યાના બે વર્ષ પછી પ્રમુખ બાઇડેન પોલીસ સુધારા અમલી બનાવી ફેડરલ કાયદાઓના અમલીકરણ ‌નિયં‌ત્રિત કરાવશે. વ્હાઇટ હાઉસે પ્રમુખની ‌હિલચાલને ભલે ઐ‌તિહા‌સિક ગણાવી હોય પરંતુ નવો વહીવટી આદેશ, ચૂંટણી પ્રચાર વખતે જે સુધારાનું બાઇડેને વચન આપ્યું હતું કે, તે હદનો સુધારાત્મક નથી.
નવા સુધારા અંતર્ગત બળ પ્રયોગ, અપવાદ ‌સિવાયના ‌કિસ્સામાં દબાવ ટેક‌નિકની મનાઇ, કોઇપણ ‌મિલકતમાં ચેતવણી ‌વિના પ્રવેશ ઉપર ‌નિયંત્રણ, ધરપકડ કે દરોડા દર‌મિયાન બોડી કેમેરા વપરાશ વધારો તથા આકસ્મિક જાનહા‌નિ વખતે જે તે પળોની તસવીરોની તત્કાળ પ્રસિદ્ધ પણ કરાવાશે. જરૂર ‌વિના ઘાતક બળપ્રયોગની પણ મનાઇ ફરમાવાઇ છે. ફલોઇડના મોતથી પોલીસ ક્રૂરતા અને વંશવાદના ‌વિરોધમાં દેશભરમાં દેખાવો યોજાયા હતા.