શીખ પુરુષો
પ્રતિક તસવીર (Photo by Christopher Furlong/Getty Images)

લંડનના મેયર દ્વારા શીખ અને પંજાબી પરંપરા, વારસા, સંસ્કૃતિ અને ખાલસા (આધુનિક શીખ ધર્મ)ના જન્મની ઉજવણી કરતા પર્વ વૈશાખીની ઉજવણી શનિવાર 6 એપ્રિલના રોજ બપોરના 12થી સાંજે 6 વાગ્યા સુધી લંડનના આઇકોનીક ટ્રફાલ્ગર સ્ક્વેરમાં કરવામાં આવશે.

ડીજે અને પ્રેઝન્ટર ટોમી સંધુ અને ઉદ્યોગસાહસિક સની ધાંડા શોનું યજમાનપદ સંભાળશે. આ કાર્યક્રમમાં ગ્રેવાલ ટ્વિન્સ અને કિરપાલ સિંહ પાનેસરના કીર્તન પ્રદર્શન, ઢોલ એકેડેમીના ડ્રમર્સના ઢોલની થાપટો અને શીખ માર્શલ આર્ટ ગટકાનું પ્રદર્શન થશે. આ પ્રસંગે નિષ્ણાત શેફના વાર્તાલાપ, શીખ પાઘડી બાંધવાનો, ફિલ્મ સ્ક્રીનીંગ, શીખ ગેમ્સ સાથેની રમતો અને શીખ કલાકારોના કાર્યને પ્રદર્શિત કરવામાં આવશે.

ફ્રી ફેમિલી ઈવેન્ટમાં કિડી સંગત તરફથી મફત પ્રવૃત્તિઓ સાથે બાળકો માટે માર્કી પણ રાખવામાં આવી છે. તો મફત શાકાહારી વાનગીઓ, ભોજવ, લંગર અને પરંપરાગત ભારતીય ચાનો આનંદ માણી શકાશે. કાર્યક્રમને વૈશાખી કોમ્યુનિટી એડવાઈઝરી ગ્રુપ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY