The venomous Australian Rough Scaled Snake with it's forked tongue out. This is one of the most dangerous snakes and reptiles in the world. Photographed completely in the wild.

જો તમને સાપથી ડર લાગતો હોય તો આપના માટે આ સારા સમાચાર નથી. યુકેભરમાં ઝેરી વાઇપર સાપ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે અને લોકોને સાપ પર નજર રાખવાની વિનંતી કરવામાં આવી છે.

તમને આશ્ચર્ય લાગશે પણ બ્રિટનમાં એડર્સ (ઉર્ફે સામાન્ય યુરોપિયન વાઇપર) ઝેરી સાપની પ્રજાતિ વધી રહી છે. તાજેતરમાં સાઉથ ઇંગ્લેન્ડ, કોર્નવોલ અને વેલ્સમાં દેખાઇ રહ્યા છે. સ્થાનિક પોલીસે લોકોને આ અંગે ચેતવણી આપી છે.

વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે કહ્યું હતું કે ‘એડર્સ સાપ ઝેરી હોય છે જો કે તેનો ડંખ મનુષ્યો માટે ભાગ્યે જ જીવલેણ હોય છે. એડર યુકેનો એકમાત્ર ઝેરી સાપ છે. એડરનો ડંખ પીડાદાયક હોઈ શકે છે અને બળતરા પેદા કરી શકે છે, પરંતુ ખરેખર તે ફક્ત ખૂબ જ નાના, બીમાર અથવા વૃદ્ધો માટે ખતરનાક બની શકે છે.’

એડર્સ ઘણીવાર લાંબા ઘાસવાળા વિસ્તારોમાં બાસ્કિંગમાં જોવા મળે છે. આ સાપ 15 વર્ષ સુધી જીવી શકે છે અને 80 સેમી સુધી લંબાઈ ધરાવે છે.

ઇંગ્લિશ નેચરના પ્રોજેક્ટમાં જાણવા મળ્યું છે કે આ સાપ સમગ્ર ગ્રેટર લંડનમાં હાજર છે પણ ઘરના બગીચામાં તે દેખાય તેની શક્યતા ઓછી છે. પણ તમને લંડનના પાર્ક્સ અથવા કુદરતી સ્થળોએ જોઈ શકો છો.

LEAVE A REPLY