(ANI Photo)
કેટરિના કૈફે બોલીવૂડમાં પોતાનું અલગ સ્થાન જમાવ્યું છે. અભિનયથી લઇને અનેક પ્રકારના કામમાં કેટરિનાની પ્રશંસા થાય છે. કેટરિનાએ તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાનો અફસોસ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, અગાઉ હોલિવૂડ ફિલ્મની ઓફર થઈ હતી.
સંજોગો અનુકૂળ ન હોવાથી ઓફર સ્વીકારી શકી ન હતી, પરંતુ હવે આવનારા સમયમાં હોલિવૂડમાંથી સારી ઓફર મળવાની તેને આશા છે. કેટરિનાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં હોલિવૂડની ઓફર મળશે તેવો વિશ્વાસ છે અને તેનાથી મારી કારકિર્દીમાં નવી ઊર્જા આવશે. અભિનય ઉપરાંત કેટરિનાને સારી ડાન્સર માનવામાં આવે છે. કેટરિનાને ગર્વ છે કે, તેની ડાન્સિંગ શૈલીએ તેની કારકિર્દીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કથક નૃત્ય અભિવ્યક્તિનું સચોટ માધ્યમ છે અને તે ડાન્સ કરતાં વિશેષ છે.
કથકમાં વ્યક્તિ પોતાની સંવેદનાને નૃત્યના માધ્યમથી રજૂ કરે છે. કથકના કારણે ફિલ્મોમાં કારકિર્દી શરૂ થઇ હતી. સિનેમાની ભાષા અને લાગણી સમજવાની ક્ષમતા કથકે આપી હતી. શરૂઆતના તબક્કામાં પોતે ખૂબ નાની અને અણસમજુ હતી. મહિલા કે યુવતી તરીકે પોતાની ઓળખ કઈ રીતે ઊભી કરવી તેની સમજણ ન હતી. આ સમયે કથક નૃત્યએ અવાજ બનીને મદદ કરી હોવાનું કેટરિનાએ સ્વીકાર્યું હતું.

LEAVE A REPLY

one × 1 =