Rohingyas will not be allowed to live in flats in Delhi
દિલ્હીમાં રોહિંગ્યા મુસ્લિમના રાહત કેમ્પમાં ફૂડ પેકેડનું વિતરણ (ફાઇલ ફોટો)(ANI Photo)

રોહિંગ્યા મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં આમ આદમી પાર્ટી (આપ)એ બુધવારે જણાવ્યું હતું કે રોહિંગ્યાને ફ્લેટમાં ખસેડવાની હિલચાલ રાષ્ટ્રીય સુરક્ષા અને દિલ્હીવાસી માટે મોટું જોખમ છે અને તે કોઇપણ ભોગે આવું થવા દેશે નહીં. આપના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રધાનની જાહેરાત સાથે વડાપ્રધાન મોદીના હેઠળ હેઠળની મોદી સરકારની પોલ ખુલી ગઈ છે.અમે દેશવાસીઓ અને દિલ્હીવાસીઓ કોઇપણ ભોગે રોહિંગ્યાને દિલ્હીમાં રાખવાની છૂટ આપીશું નહીં. કેન્દ્ર સરકાર ગમે તે કરે પણ અમે ફ્લેટની ફાળવણી કરવા દેશું નહીં. વડાપ્રધાન જો ઇચ્છતા હોય તો ભાજપશાસિત રાજ્યોમાં રોહિંગ્યાને વસાવી શકે છે.