ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર ખાતે Saree Goes Global ઈવેન્ટ દરમિયાન અન્ય લોકો સાથે ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો. (PTI Photo)

ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે ગત સપ્તાહે યોજાયેલા ‘સાડી ગોઝ ગ્લોબલ’ કાર્યક્રમમાં સાડીની કાલાતીત ભવ્યતા, તેની વિરાસત અને સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઇન્ડિયન અમેરિકન સમુદાય ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ, યુકે, યુએઈ, યુગાન્ડા, ટ્રિનિડાડ અને ગુયાનાની પાંચસોથી વધુ મહિલાઓએ સાડી પહેરીના ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન બ્રિટિશ વિમેન ઈન સારીઝ દ્વારા શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્રોતો દ્વારા કન્યાઓ, યુવતીઓ અને મહિલાઓના સશક્તિકરણમાં કાર્યરત અન્ય સંસ્થાઓ સાથે ભાગીદારીમાં કરાયું હતું.

અગાઉ લંડનમાં ટ્રાફલગર સ્ક્વેર ખાતે ઐતિહાસિક સાડી વોકેથોન અને રોયલ એસ્ટોક લેડીઝ જેવા વૈશ્વિક કાર્યક્રમોની સફળતાથી પ્રેરાયેલા આ કાર્યક્રમનો હેતુ સાંસ્કૃતિક વૈવિધ્યતાની ઉજવણી ઉપરાંત ગ્રામીણ ભારતના કારીગરોને ટેકો આપવા અને પરંપરાગત કારીગરીને જાળવવામાં મદદરૂપ થવાનો પણ હતો.

કાર્યક્રમમાં સાડીને સમગ્ર વિશ્વની મહિલાઓની એકતા અને સશક્તિકરણના પ્રતીક તરીકે ગણાવવામાં આવી હતી. તેમણે વૈશ્વિક સ્તરે આ પોષાકને પ્રોત્સાહન આપવાની હાકલ કરી હતી. ન્યૂ યોર્ક શહેરના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણે આયોજકોના સંચાલકોનું બહુમાન કર્યું હતું અને તેમના ફાળાને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો સાંસ્કૃતિક આદાનપ્રદાન અને વૈશ્વિક સમુદાયનો પ્રભાવ દર્શાવવાનું મંચ બની રહે છે. સાડી સૌંદર્યના પ્રતીક ઉપરાંત પરંપરાગત કારીગરી જાળવવા માટે પણ મહત્વની છે.

LEAVE A REPLY

seven + 16 =