ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. મુખ્યપ્રધાન યોગીને ગોરખપુર શહેરમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. યોગી પરંપરાગ રીતે ગોરખપુરથી ઊભા રહેતા હોય છે. અગાઉ એવી અટકળો હતી કે યોગી અયોધ્યામાં ચૂંટણી લડશે.
ભાજપે પ્રથમ યાદીમાં કુલ 107 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 107માંથી 63 બેઠકો પર વર્તમાન ધારાસભ્યોના નામ અને 21 બેઠકો માટે નવા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
નોઈડાથી પંકજ સિંહ, કૈરાનાથી મૃગાંકા સિંહ, સરધનાથી સંગીત સોમ અને થાના ભવનમાંથી સુરેશ રાણાને ફરીથી ટિકિટ મળી છે. જેમાં 63 ધારાસભ્યોની રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 30 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે.પૂર્વ ગવર્નર બેબી રાની મૌર્યને જાટવ આગ્રા ગ્રામીણથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જેવરથી ધીરેન્દ્ર સિંહ, દાદરીથી તેજપાલ નાગરને ટિકિટ આપવામાં આવી છે. મેરઠથી લક્ષ્મીકાંત વાજપેયીની ટિકિટ કપાઈ છે. તેમના સ્થાને પાર્ટીએ કમલ દત્ત શર્મા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા લક્ષ્મીકાંત બાજપાઈને મેરઠ શહેરથી ટિકિટ આપવામાં આવી છે, તેમની જગ્યાએ યુવા નેતા કમલ દત્ત શર્માને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ કેન્ટથી ચાર વખત ધારાસભ્ય સત્યપ્રકાશ અગ્રવાલની ટિકિટ કાપીને અમિત અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ સિવલખાસ વિધાનસભાથી જીતેન્દ્ર પાલ સિંહની ટિકિટ કાપીને કોઓપરેટિવ બેંકના ચેરમેન મનિન્દર પાલને ટિકિટ આપી છે. હસ્તિનાપુર વિધાનસભા અને કિઢોર વિધાનસભામાં ધારાસભ્યના વિરોધ બાદ પણ પાર્ટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મેરઠ દક્ષિણના સોમેન્દ્ર તોમરને ફરી તક આપવામાં આવી છે.













