Vol. 3 No. 245 About   |   Contact   |   Advertise 22th April 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ભારતીય કોવિડ વેરિયન્ટથી ફફડાટ

ભારતમાં કોરોનાવાઇરસના કેસોના વિસ્ફોટ અને નવા જોખમી ભારતીય ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ (B.1.617)ને પગલે બ્રિટને શુક્રવાર તા. 23ના રોજ સવારના 4 વાગ્યાથી ભારત પર ટ્રાવેલના સૌથી આકરા નિયંત્રણો મૂકી ભારતને રેડ લીસ્ટમાં મૂક્યું છે. આમ યુકે, આયર્લેન્ડ અને યુકે રેસિડેન્ટ સિવાયના લોકો યુકે આવી શકશે નહિ. જે લોકો ભારતથી યુકે આવશે તેમને પોતાના ખર્ચે 10 દિવસ માટે હોટેલમાં ક્વોરેન્ટાઇન થવું પડશે. બીજી તરફ ભારતની સ્થિતિને જોતાં વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતની નિર્ધારીત મુલાકાત રદ કરી છે.

Read More...
ગુજરાતમાં ઠેરઠેર સ્વયંભૂ લોકડાઉન

કોરોનાના કેસમાં જંગી વધારાને પગલે સરકારે સત્તાવાર લોકડાઉનની જાહેરાત કરી નથી, પરંતુ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મહાનગરોના ઘણા વિસ્તારો તથા અનેક નાના શહેરો અને ગામડામાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત થઈ હતી. ગુજરાતના જુદા-જુદા વેપારી સંગઠનો દ્વારા ત્રણ દિવસથી અઠવાડિયા સુધીના સ્વૈચ્છિક બંધ માટેની જાહેરાતો કરવામાં આવી હતી

Read More...
લેસ્ટરમાં આનંદ પરમારની હત્યા

12 એપ્રિલ, સોમવારે વહેલી સવારે લેસ્ટરના નોર્થફિલ્ડ્સ વિસ્તારના બ્રાઇટન રોડ ખાતે એક કારમાંથી માથામાં અને છાતીમાં ગંભીર ઈજાઓ સાથે મળી આવેલા 47 વર્ષીય આનંદ પરમારનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મરણ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે. પોલીસે હત્યા સંદર્ભે પાંચ જણાની ધરપકડ કરી છે જેમની કસ્ટડીમાં પૂછપરછ કરાઇ રહી છે.

Read More...
ઈ‌ન્‍ડિયાનાપોલીસ ફેડએકસ શૂ‌ટિંગમાં ચાર શીખ સ‌હિત આઠના મોત

ઇન્ડિયાનાપોલીસ ફેડએકસ ફેસીલીટી ખાતે ફેડએકસ ભૂતપૂર્વ કર્મચારીએ કરેલા આડેધડ ગોળીબારથી ત્રણ મ‌હિલા સ‌હિત ચાર શીખ ઉપરાંત અન્‍ય ચારનાં મોત નીપજ્યા હતા અને અન્‍ય પાંચને ઇજા થઇ હતી. હુમલાખોર ગનમેન ૧૯ વર્ષના બ્રાન્‍ડન સ્‍કોટ હોલે પોતે પણ આત્‍મહત્‍યા કરી લેતાં ફેડએકસ શૂટઆઉટનો મૃત્‍યુઆંક નવ થયો છે.

Read More...
કોરોનાની કનડગત લાંબો સમય સુધી ચાલુ રહેશેઃ WHOની ચેતવણી

વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના વડા ટેડ્રોસ ગેવ્યેસિસે વિશ્વને એવી ચેતવણી આપી છે કે, કોરોના વાઇરસ હાલમાં તો આપણી વચ્ચેથી જવાનો નથી અને લાંબા સમય સુધી તે રહેવાનો છે. તેમણે દુનિયાને સાવચેત રહેવા માટે અપીલ કરીને કહ્યુ છે કે, એશિયા અને મિડલ ઈસ્ટના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.

Read More...
બ્રિટને ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂક્યુ

ભારતમાં કોરોનાવાઇરસના કેસોના વિસ્ફોટ અને નવા ડબલ મ્યુટન્ટ વેરિયન્ટને પગલે બ્રિટને શુક્રવાર તા. 23ના રોજ સવારના 4 વાગ્યાથી ભારત પર ટ્રાવેલના સૌથી આકરા નિયંત્રણો મૂકવાની જાહેરાત કરી છે. આનો અર્થ એવો થાય છે કે યુકે કે આઇરિશ નાગરિક ન હોય અથવા તો યુકેની રેસીડેન્સી ધરાવતા ન હોય તેવા કોઇપણ વ્યક્તિએ જો મુસાફરી અગાઉના 10 દિવસ ભારતમાં રોકાણ કર્યું હશે તો તેઓ યુકેમાં પ્રવેશ કરી શકશે નહીં.

Read More...
નવા કોવિડ વેરિયન્ટને પગલે ભારતની મુલાકાત રદ કરતા જોન્સન

બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતમાં ફાટી નીકળેલા કોરોનાવાયરસ રોગચાળા અને ભારતના નવા કોવિડ-19 વેરિયન્ટને ધ્યાનમાં રાખીને આવતા અઠવાડિયે નિર્ધારીત થયેલી ભારતની મુલાકાત રદ કરી હોવાની ભારતના વિદેશ મંત્રાલય (એમઇએ)એ જાહેરાત કરી હતી.

Read More...
ભારતના વેરિયન્ટથી વૈજ્ઞાનિકો ચિંતાતુર

આરોગ્ય અધિકારીઓ કહે છે કે ભારતમાં પહેલી વખત ઓળખાયેલા અને વૈજ્ઞાનિકો દ્વારા “ડબલ મ્યુટન્ટ” તરીકે વર્ણવવામાં આવેલા ભારતના નવા વેરિયન્ટ (B.1.617)માં કેટલાક ચિંતાજનક આનુવંશિક ફેરફારો છે જેને શોધવાની જરૂર છે. તે વધુ ચેપી અને જીવલેણ છે અને રસીઓની અસર તેના પર કામ કરે છે કે નહિં કે તે કળવું મુશ્કેલ છે.

Read More...
પ્રિન્સ ફિલિપની દબદબાભરી અંતિમ વિદાય

મહારાણી સહિત શાહી પરિવારના ચુનંદા 30 સભ્યોની ઉપસ્થિતિમાં શનિવાર તા. 17ના રોજ વિન્ડસર કાસલની ભવ્ય દિવાલોની પાછળ ડ્યુક ઑફ એડિનબરા પ્રિન્સ ફિલિપને અંતિમ વિદાય આપવામાં આવી હતી. કોરોનાવાયરસના નિયમોના કારણે અંતિમ સંસ્કાર વિધિમાં આમ જનતા અને અગ્રણી નેતાઓ લોકો હાજર રહી શક્યા નહોતા પરંતુ દેશ વિદેશમાં લાખ્ખો લોકોએ તેનું જીવંત ટીવી પ્રસારણ નીહાળ્યું હતું.

Read More...
મોદીનું રાષ્ટ્રવ્યાપી સંબોધનઃ રાજ્યો લોકડાઉનનો છેલ્લાં વિકલ્પ તરીકે ઉપયોગ કરે

ભારતમાં છેલ્લાં છ દિવસથી કોરોના વાઇરસના બે લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 20 એપ્રિલે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં રાજ્યોને સલાહ આપી હતી કે રાજ્યો લોકડાઉનનો છેલ્લાં વિકલ્પ તરીકે ઉપયોગ કરે છે અને માઇક્રો કન્ટેનમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરે.મોદીએ લોકોનો જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપી હતી.મોદીએ જણાવ્યું હતું કે જો લોકો શિસ્તનું પાલન કરશે તો દેશમાં લોકડાઉનની જરૂર પડશે નહીં. લોકોની તબિયત અને અર્થતંત્રનું આરોગ્ય બંને જાળવવા જરૂરી છે, લોકડાઉન અંતિમ વિકલ્પ હોવો છે.

Read More...
અમેરિકાએ ભારતનો પ્રવાસ ટાળવા તેના નાગરિકોને સલાહ આપી

અમેરિકાએ તેના નાગરિકોને ભારતનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. ભારતમાં કોવિડ-19ના ખૂબ ઊંચા પ્રમાણને કારણે સંપૂર્ણ વેક્સીન લીધી હોય તેવા નાગરિકોને પણ ભારત ન જવાની અમેરિકાએ સલાહ આપી છે.સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ સોમવારે આ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી. તે વિજ્ઞાન આધારિત ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કરે છે અને વિશ્વભરમાં આરોગ્યના જોખમ અંગે મુસાફરોને એલર્ટ કરે છે. સીડીસી કોવિડ-19 માટે 4-લેવલ સિસ્ટમ ધરાવે છે

Read More...

  Sports
આઈપીએલમાં હૈદરાબાદને રોમાંચક મેચમાં કોલકાતાએ 10 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલની આ વર્ષે રવિવારે (11 એપ્રિલ) રમાયેલી ત્રીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 10 રને સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી ટૂર્નામેન્ટમાં વિજયી આરંભ કર્યો હતો. કોલકત્તા તરફથી નીતીશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ અડધી સદી ફટકારી હતી.

Read More...
ભારતમાં જ ટી-20 વર્લ્ડકપ યોજાશે, તો પણ બેકઅપ પ્લાન તૈયારઃ આઇસીસી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ

ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ આગામી ઓક્ટોબર – નવેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે અને તે નિયત કાર્યક્રમ મુજબ ભારતમાં જ યોજાય તેવા આઈસીસીના પ્રયાસો છે, છતાં જરૂર પડ્યે વૈકલ્પિક પ્લાન ઘડાયો હોવાનું આઇસીસીના વચગાળાના સીઇઓ જ્યોફ એલાર્ડિસે ગયા સપ્તાહે જણાવ્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ઈસા બ્રધર્સે ફાસ્ટફૂડ ચેઈન લીઓન £100 મિલિયનમાં ખરીદી

ગુજરાતી મૂળના બ્રિટિશ બિઝનેસમેન ભાઈઓ – મોહસીન અને ઝુબેર ઈસાએ બ્રિટનના બધા જ નાના-મોટા શહેરોમાં રેસ્ટોરન્ટ અને કાફે ધરાવતી બ્રિટનની વિખ્યાત ફાસ્ટફૂડ ચેઈન લીઓનને £100 મિલિયનમાં ખરીદી લીધી હતી. આ ફાસ્ટફૂડ ચેઈન અંતર્ગત કંપની 70 કરતાં વધુ રેસ્ટોરન્ટ ધરાવે છે અને 29 ફ્રેન્ચાઈઝી છે.

Read More...
સિટીગ્રુપ ભારત સહિત 13 બજારમાં રિટેલ બેન્કિંગ બિઝનેસ બંધ કરશે

અમેરિકાની સિટી બેન્ક ભારતમાં તેનો રિટેલ બેન્કિંગ બિઝનેસ સમેટી લેશે. સિટી ગ્રુપે ગુરુવારે જણાવ્યું હતું કે ગ્રૂપ હવે તેનો બિઝનેસ ઓછો છે તેવા ભારત સહિત 13 દેશોમાં કન્ઝયુમર બેન્કિંગ માર્કેટમાંથી બહાર નીકળી જશે. સીટી ગ્રુપ હવે વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Read More...
L&Tને સાઉદી અરેબિયામાં 300-MWનો સોલાર પાવર પ્રોજેક્ટ મળ્યો

ભારતની અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને સાઉદી અરેબિયામાં 300 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મળ્યો છે. મસદાર, ઇડીએફ રિન્યુએબલ્સ અને નેસ્મા કંપનીના કોન્સોર્ટિયમ પાસેથી આ એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીએસ) ઓર્ડર મળ્યો છે, એમ કંપનીએ મંગળવારે જણાવ્યું હતું.

Read More...
ચીનના જીડીપીમાં ઐતિહાસિક 18.3 ટકા ઉછાળો

ઘરેલુ અને વિદેશી બજારની મજબૂત માગને પગલે ચીનના જીડીપીમાં 2021ના પ્રથમ ક્વાર્ટરમાં 18.3 ટકાનો ઉછાળો આવ્યો હતો. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્રને 2020ની લો બેઝની પણ પોઝિટિવ અસર થઈ હતી, નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (એનબીએસ)એ શુક્રવારે જારી કરેલા ડેટા અનુસાર પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વધીને 3.92 ટ્રિલિયન ડોલર થઈ હતી.

Read More...
ભારતમાં આંશિક લોકડાઉનથી દર સપ્તાહે 1.25 બિલિયન ડોલરનું નુકસાનઃ રિપોર્ટ

ભારતમાં કેટલાંક મહત્વના આર્થિક મથકો ખાતે લોકડાઉન, નાઇટ કર્ફ્યુ તથા હેરફેર પર નિયંત્રણો જેવા પગલાંને કારણે એક સપ્તાહમાં દેશને ૧.૨૫ બિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે. ભારતના વિવિધ રાજ્યોમાં લેવાયેલા પગલાં મેના અંત સુધી ચાલુ રહેશે

Read More...
  Entertainment

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યું અંગેના વિવાદ પરની ફિલ્મ ટુંકમાં રિલીઝ થશે

ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે ગયા વર્ષે કરેલી આત્મહત્યા અને ત્યારબાદ તેના વિશે સર્જાયેલા વિવાદ વિશે આપણે જાણીએ છીએ. હવે સુશાંતના મૃત્યું અંગેના વિવાદ પર પર આધારિત એક ફિલ્મ ‘ન્યાય: ધ જસ્ટિસ’ ટુંક સમયમાં આવી રહી છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.

Read More...

પર્યાવરણ સંરક્ષણ માટે અક્ષયકુમારનું સન્માન

અક્ષય કુમાર પોતાની ફિટનેસનું પુરુ ધ્યાન આપતો હોવા છતાં કોરોનાના સપાટામાં આવી ગયો હતો. જોકે તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે, તે કોરોનાની સારવારથી સાજો થઇન ઘરે ગયો છે. અક્ષય કુમારને પર્યાવરણ સંરક્ષણ માટે સન્માનિત કરવામાં આવવાનો છે.

Read More...

ઉર્વર્શી રૌતેલા તમિલ ફિલ્મમાં જોવા મળશે

અભિનેત્રી ઉર્વશી રૌતેલા હાલ બોલીવૂડની ફિલ્મોમાં ઝાઝી જોવા મળતી નથી પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં રહે છે. તેણે બોલીવૂડની અત્યાર સુધીની ફિલ્મો સાઇન કરવામાં ખોટા નિર્ણય લીધા હોવાથી તે આજે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી શકી નથી.

Read More...

સુપરસ્ટારો વિશે નવાઝુદ્દીનનું વિવાદાસ્પદ વિધાન

પોતાના સહજ અભિનયથી વિખ્યાત થયેલા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનું માનવું છે કે દરેક અભિનેતા પોતાની અલગ અલગ સ્ટાઈલના કારણે ફેમસ હોય છે અને એના જ કારણ તે સફળ હોય છે. તેણે કહ્યું કે જો નવા કલાકારો સુપરસ્ટારોની નકલ કરશે

Read More...

સની લિયોનીએ મુંબઇમાં રૂ.16 કરોડનો વૈભવી ફલેટ લીધો

અભિનેત્રી સની લિયોની એક સમયે પોર્નસ્ટાર તરીકે જાણીતી હતી. હવે તેણે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તે અભિનય ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે. તેણે હાલમાં જ મુંબઇમાં એક પોતાનું ઘર ખરીદ્યું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store