Police is seen at a street following a shooting incident at a FedEx facility in Indianapolis, Indiana, U.S. April 16, 2021, in this still image taken from a video. Kevin Powell/Indy First Alert/via REUTERS

ઇન્ડિયાનાપોલીસ ફેડએકસ ફેસીલીટી ખાતે ફેડએકસ ભૂતપૂર્વ કર્મચારીએ કરેલા આડેધડ ગોળીબારથી ત્રણ મ‌હિલા સ‌હિત ચાર શીખ ઉપરાંત અન્‍ય ચારનાં મોત નીપજ્યા હતા અને અન્‍ય પાંચને ઇજા થઇ હતી. હુમલાખોર ગનમેન ૧૯ વર્ષના બ્રાન્‍ડન સ્‍કોટ હોલે પોતે પણ આત્‍મહત્‍યા કરી લેતાં ફેડએકસ શૂટઆઉટનો મૃત્‍યુઆંક નવ થયો છે.
ફેડએકસ ડીલીવરી સ‌ર્વિસ ફેસીલીટીનો ૯૦ ટકા સ્‍ટાફ ભારતીય અમે‌રિકનોનો અને મુખ્‍યત્‍વે શીખ સમુદાયનો છે. સ્‍થા‌નિક શીખ સમુદાયના અગ્રણી અને બિઝનેસમેન ગુ‌રિન્‍દર‌સિંહ ખાલસા તથા સ્‍થા‌નિક શીખ કાર્યકર મ‌નિન્‍દર સિંહ વા‌લિયાએ જણાવ્‍યું હતું કે, આ અત્‍યંત આઘાતજનક ઘટના છે.

વા‌લિયાએ જણાવ્‍યંુ હતું કે, મરનાર ચાર શીખોમાં અમરજીત શેખોન, જશ્‍વીન્‍દરકૌર, અમરજીત કૌર જોહલ તથા જશ્‍વીન્‍દર સિંહનો સમાવેશ થાય છે. અન્‍ય એક પુરૂષ શીખ હર‌પ્રિત‌સિંહ ગીલને ઇજા થઇ હતી.

ઇન્ડિયાના પોલીસે હજુ મૃતકો કે ઘાયલોની ઓળખ જાહેર કરી ન હતી. કાયદા શાખાની વિદ્યાર્થીની કોમલ ચૌહાને ટવીટર ઉપર જણાવ્‍યું હતું કે, તેણીની દાદી અમરજીત કૌર જોહલ અને અન્‍ય અસરગ્રસ્‍તો ફેડએકસ ફે‌સિલીટીમાં કામ કરતા હતા. કોમલે વધુમાં જણાવ્‍યું હતું કે તેણીના દાદી શૂટઆઉટમાં મૃત્‍યુ પામ્‍યા ત્‍યારે પણ તેણીના હાથમાં તેણીને કામ પેટે મળેલા વળતરનો ચેક હતો.

શૂટઆઉટમાં મરનાર અન્‍ય કર્મીએ તાજેતરમાં ભારતથી આવી ફેડએકસમાં કામ કરવાનું શરૂ કર્યાની મા‌હિતી કોમલે આપી હતી.બિઝનેસમેન ખાલસાએ જણાવ્‍યું હતું કે, આંતરરાષ્‍ટ્રીય વિમાનીમથક નજીક આવેલી ફેડએકસ ફે‌સિલીટી મોટી ઉંમરનાને કામ આપવા જાણીતી છે. શીખ સમુદાયના મોટી ઉંમરના લોકો ભાંગ્‍યું તૂટયું અંગ્રેજી બોલતા હોય છે. અંદાજે પ૦૦,૦૦૦ શીખો અમે‌રિકામાં વસે છે.

અમે‌રિકામાં તાજેતરના સમયમાં એશિયન અમે‌રિકનો સામે હેટક્રાઇમના ગુના બેફામ વધ્‍યા છે. ગત મ‌હિને એટલાન્‍ટામાં આઠને ઠાર મરાયા બાદ થોડા દિવસોમાં કોલોરાડોના બાઉલ્‍ડરમાં એક સુપરમાર્કેટમાં ગનમેને દસ જણાંને ઠાર માર્યા હતા.ઇન્ડિયાના પોલીસ એફબીઆઇ સ્‍પે‌શિયલ એજન્‍ટ પૌલ કીનને જણાવ્‍યું હતું કે, ફેડએકસના ભૂતપૂર્વ કર્મી ૧૯ વર્ષના બ્રાન્‍ડને કરેલા નરસંહારના કોઈ ઇરાદાની ધારણા અત્‍યારે બાંધી લેવી કસમયની ગણાશે.

પ્રમુખ બાઇડેન અને ઉપપ્રમુખ કમલા હે‌રિસે મૃતકો અને મૃતકોના પ‌રિવાર પ્ર‌તિ આઘાત અને સહાનુભૂ‌તિ વ્‍યકત કરી હતી. અમે‌રિકાની મુલાકાતે આવેેલા જાપાનના વડાપ્રધાન યો‌શિહાઇડ સુગાએ પણ દ્વિપથી બેઠક શરૂ થતા પૂર્વે આ ઘટના પરત્‍વે આઘાત દર્શાવી પ‌રિવારોને સહાનુભૂ‌તિ પાઠવી હતી.

પ્રમુખ બાઇડેને મૃતકોના માનમાં જાહેરનામું બહાર પાડી વ્‍હાઇટ હાઉસ અને અન્‍ય તમામ સરકારી ઇમારતો ઉપર રાષ્ટ્રધ્‍વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્‍યો હતો. પ્રમુખે જણાવ્‍યું હતું કે, ૯/૧૧ના હુમલા બાદ અમે‌રિકામાં વસતા શીખ સમુદાયે ઘણું વેઠ્યુ છે. હવે બહુ થયું. આવી જધન્‍ય ઘટનાઓનો અંત આવવો જોઇએ. ઉપપ્રમુખ કમલા હે‌રિસે પત્રકારોને જણાવ્‍યું હતું કે, ગન હિંસાનો અંત આવવો જ જોઇએ.

ઇન્ડિયાના પોલીસ હત્‍યાકાંડ પ, ઓગસ્‍ટ ર૦૧રના વિસ્‍કોન્‍સીન શૂટઆઉટ પછીનો સૌથી ગમખ્‍વાર શીખ નરસંહાર છે. ર૦૧‍રના ગુરુદ્વારા શૂટઆઉટમાં છ શીખ ઠાર મરાયા હતા.બિઝનેસમેન ખાલસાએ આ ઘટનામાં પણ હેઇટ ક્રાઇમની શકયતાને આગળ ધરી પ્રુમખ બાઇડેનને આવા ગુનાઓનો અંત લાવવા વિનંતી કરી હતી. દર‌મિયાનમાં ધર્મ અને શિક્ષણ અંગેની શીખ કાઉ‌ન્‍સિલના અધ્‍યક્ષ રાજવન્‍ત સિંહે આ ઘટના અંગે દુઃખ વ્‍યકત કરતા ગન હિંસાનો તાકીદે અંત આવે તેવી લાગણી વ્‍યકત કરી હતી.

હુમલાખોર ગનમેને બે રાઇફલો ખરીદી હતી: ઇ‌ન્‍ડિયાપોલીસ મેટ્રો પોલીસ વિભાગે જણાવ્‍યું હતું કે પોલીસે ગત વર્ષના માર્ચમાં બ્રાન્‍ડન હોલની શોટગન જપ્‍ત કરી હતી અને તેની માતાએ પણ પોતાના પુત્રના માન‌સિક સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતા દર્શાવી હોવા છતાં હોલે બે સેમીઓટોમે‌ટિક રાઇફલો કાયદેસર ખરીદી હતી.

પોલીસ વડા રેન્‍ડલ ટેલરે જણાવ્‍યું હતું કે, બ્રાન્‍ડન હોલ અગાઉની પોલીસ જપ્‍તી હોવા છતાં રાઇફલો કાયદેસર ખરીદી શકયો હતો. દર‌મિયાનમાં નાયબ પોલીસ વડા મેકકોર્ટે જણાવ્‍યું હતું કે, બ્રાન્‍ડન હોલનો મૃતદેહ હોલે જાતે જ ગોળીથી વિંધાયો હોય તેવી દેખીતી હાલતમાં મળી આવ્‍યો હતો. સ્‍પે‌શિયલ એફબીઆઇ એજન્‍ટ પૌલ કીનને જણાવ્‍યું હતું કે, હોલના નિવાસેથી શોટગન જપ્‍ત કરાઇ હતી. પોલીસને ભૂતકાળની બે ઘટનામાં હોલનું નામ હોવાનું જણાયું હતું પરંતુ નાયબ પોલીસ વડા મેકકાર્ટ પાસે પહેલી ઘટનાની મા‌હિતી ન હતી.

મૃતકોના નામોની યાદી

અમરજીત જોહલ (૬૬ વર્ષ)
જશ્‍વીન્‍દર કૌર (૬૪ વર્ષ)
જશ્‍વીન્‍દર સિંહ (૬૮ વર્ષ)
અમરજીત શેખોન (૪૮ વર્ષ)
મેથ્‍યુ એલેકઝાન્‍ડર (૩ર વર્ષ)
સમારીયા બ્‍લેકવેલ (૧૯ વર્ષ)
કાર્લી સ્‍મિથ (૧૯ વર્ષ)
જોન વેઇસર્ટ (૭૪ વર્ષ)