(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

અક્ષય કુમાર પોતાની ફિટનેસનું પુરુ ધ્યાન આપતો હોવા છતાં કોરોનાના સપાટામાં આવી ગયો હતો. જોકે તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે, તે કોરોનાની સારવારથી સાજો થઇન ઘરે ગયો છે. અક્ષય કુમારને પર્યાવરણ સંરક્ષણ માટે સન્માનિત કરવામાં આવવાનો છે.

ગોલ્ડન ગ્લોબ ઓનર્સ ફાઉન્ડેશન અક્ષય કુમારને હોલીવૂડના સુપરસ્ટાર લિયાનાર્ડો ડિકૈપ્રિયો અને અન્ય સિતારાઓ સાથે સન્માનિત કરવાના છે. અક્ષય લોકોને ખાસ કરીને ગરીબ લોકોને સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવી રહ્યો છે. આ પહેલા તેણે સેનેટરી પેડ અને ઘરમાં શૌચાલય બનાવવા માટેની જાગૃતિ પણ ફેલાવી હતી. તેમજ આ વિષય પર બનેલી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.

વિશ્વભરની સેલિબ્રિટીઓ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં પોતાનો ફાળો આપી રહી છે. તેમજ પોતાના પ્રશંસકોને પણ અપીલ કરી રહ્યા છે. દિયા મિર્ઝા, અભિષેક બચ્ચન અને અજય દેવગણના નામ આ યાદીમાં સામેલ છે.અક્ષય કુમાર વિવિધ સામાજિક કાર્યો સાથે જોડાયેલો છે. હવે અભિનેતાને પર્યાવરણ સંરક્ષણ માટે સમ્માનિત કરવામાં આવશે.