. (PTI Photo)

ભારતમાં છેલ્લાં છ દિવસથી કોરોના વાઇરસના બે લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 20 એપ્રિલે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં રાજ્યોને સલાહ આપી હતી કે રાજ્યો લોકડાઉનનો છેલ્લાં વિકલ્પ તરીકે ઉપયોગ કરે છે અને માઇક્રો કન્ટેનમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરે. મોદીએ લોકોનો જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપી હતી.

મોદીએ જણાવ્યું હતું કે જો લોકો શિસ્તનું પાલન કરશે તો દેશમાં લોકડાઉનની જરૂર પડશે નહીં. લોકોની તબિયત અને અર્થતંત્રનું આરોગ્ય બંને જાળવવા જરૂરી છે, લોકડાઉન અંતિમ વિકલ્પ હોવો છે.

કોરોનાની બીજી લહેર અંગે મોદીએ જણાવ્યું હતું કે કોરોના વિરૂદ્ધ દેશ આજે ફરી મોટી લડાઈ લડી રહ્યો છે. કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર વાવાઝોડુ બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, હું તમામ દેશવાસીઓ તરફથી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું પરિવારના સભ્ય તરીકે તમારા દુઃખમાં સામેલ છું.

દેશમાં ઘણા રાજ્યોમાં મેડિકલ ઓક્સિન અને દવાઓની અછત અંગે મોદીએ જણાવ્યું હતું કે આ વખતે કોરોના સંકટમાં દેશના અનેક વિસ્તારમાં ઓક્સિજનની માગ ઘણી જ વધી છે. આ મુદ્દે ઝડપથી અને સંપૂર્ણ સંવેદનશીલતાની સાથે કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્રના તમામના પૂરતાં પ્રયાસ છે કે દરેક જરૂરિયાતવાળા લોકોને ઓક્સિજન મળે. ઓક્સિજન પ્રોડક્શન અને સપ્લાયને વધારવા માટે અનેક સ્તરો પર ઉપાય કરવામાં આવી રહ્યાં છે. રાજ્યોમાં 1 લાખ નવા સિલિન્ડર પહોંચાડવા, ઉદ્યોગોમાં ઉપયોગ થનારા ઓક્સિજનના મેડિકલ ઉપયોગ, ઓક્સિજન રેલવે એમ દરેક પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. મોદીએ પોતાના સંબોધનના પ્રારંભમાં કોરોના વોરિયર્સની કામગીરીને પ્રશંસા કરી હતી.