(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

અભિનેત્રી સની લિયોની એક સમયે પોર્નસ્ટાર તરીકે જાણીતી હતી. હવે તેણે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. તે અભિનય ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે. તેણે હાલમાં જ મુંબઇમાં એક પોતાનું ઘર ખરીદ્યું છે.
સની લિયોનીએ મુંબઇના અંધેરી પરામાં પાંચ બેડરૂમનો રૂપિયા ૧૬ કરોડમાં વૈભવી ફ્લેટ ખરીદ્યો છે. સનીએ આ સોદો ૨૮ માર્ચ ૨૦૨૧ના કર્યો છે. તેણે ટોકન તરીકે હાલ ૪૮ લાખ રૂપિયા આપ્યા છે. તેણે આ ફ્લેટ પોતાના અસલી નામ કરણ જીત કૌર વોહરાના નામે ખરીદ્યો છે.

સનીનો આ ફ્લેટ પાંચ બેડરૂમ ધરાવે છે તેમજ તેનો કારપેટ એરિયા ૩,૯૬૭ વર્ગમીટર છે. આ ફ્લેટ સાથે ત્રણ કારનું પાર્કિંગ પણ આપવામાં આવ્યું છે.મુંબઇના જુહુ એરિયામાં પણ સની લિયોનીનું એક ઘર આવેલું છે. આ ઉપરાંત અમેરિકાના લોસ એન્જલસમાં પણ સનિ લિયોનીનું વૈભવી મકાન છે.