મલાઇકા અરોરો પોતાના વ્યવસાય કરતાં અંગત જીવનના કારણે વધારે ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણાં સમયથી મલાઈકા અરોરા ફિલ્મોથી દૂર છે, પરંતુ રિયાલિટી શોમાં જોવા મળે છે. મલાઈકા અરોરાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં ઘણાં ફેરફાર થયા છે. મલાઈકા માને છે કે, જીવનમાં તેણે ઘણી ભૂલો કરી હશે. જો કે ભૂલો કરતી રહીશ, તો વધારે સારું શીખી શકીશ. તેણે એક મીડિયા મુલાકાતમાં પોતાના જીવનની પસંદગીઓ અંગે વાત કરી હતી.
પોતાની શરતો પર જીવનને માણવા બદલ ખુશી વ્યક્ત કરવાની સાથે તેણે ભૂતકાળ બદલ કોઈ પસ્તાવો નહીં હોવાનું કહ્યું હતું. 50 વર્ષીય મલાઈકા પોતાના જીવનથી અને તેમાં થયેલા ફેરફારોથી ખુશ છે. આ સાથે તેણે વધારે સારું શીખવાનો અને ભૂલો કરતા રહેવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો.
મલાઈકાએ કહ્યું હતું કે, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મેં કરેલી દરેક પસંદગી પર મને વિશ્વાસ છે. તેના કારણે જ મારું જીવન ઘડાયું છે. જીવનમાં કોઈ પસ્તાવો રાખવાના બદલે મલાઈકા પોતાની જાતને ભાગ્યશાળી સમજે છે અને જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે તેને ખુલ્લા મને આવકારે છે.
મલાઈકા ત્રણ દાયકાથી બોલીવૂડમાં સક્રીય છે અને ઘણી ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યું છે. જોકે, મલાઈકાને મહત્ત્વના રોલ મળ્યા નથી. મલાઈકાને તેના ડાન્સ માટે જાણીતી છે, પરંતુ તેને રોલ મજબૂત મળ્યા નથી. હવે મલાઈકાની ઈચ્છા ફિલ્મોમાં એવી ભૂમિકા ભજવવાની જેથી તેની ઈમેજ અને કરિયર બંનેમાં પરિવર્તન આવી શકે.
મલાઈકા અત્યારે રેસ્ટોરન્ટ ચેઈન બનાવવા પ્રયાસ કરી રહી છે, જ્યાં આરોગ્યપ્રદ ભોજન ઉપલબ્ધ હોય. મલાઈકાએ કહ્યું હતું કે, ઘરનું બનેલું ભોજન હોય તે પ્રકારની ડિશ આપતા રેસ્ટોરન્ટ-કેફે શૂ કરવા છે. આ સાથે એક્સાઈટિંગ શૂટિંગ અને ટ્રાવેલિંગની ઈચ્છા પણ છે. મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચે ગયા વર્ષે બ્રેક અપ થયું હોવાનું કહેવાય છે. બેમાંથી કોઈએ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.