શ્રીજીધામ હવેલી લેસ્ટર દ્વારા તા. 10-4-21ના શનિવારના રોજ રાતના 8થી 9 દરમિયાન ઝૂમ પર ઓર્ગન ડોનેશન અંગે માર્ગદર્શન આપવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કન્સલ્ટન્ટ લીવર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ હેપ્ટો-પેન્ક્રીઆટો-બાયલરી સર્જન ક્રિષ્ના મેનન માર્ગદર્શન આપશે. કીડની ડોનર અને પબ્લિક રીલેશન્સ કન્સલ્ટન્ટ પ્રફૂલા શાહ પોતાની કીડનીના દાન અંગે તેમજ મનોજ કેશવજી પોતાના સ્વર્ગસ્થ પત્ની લીલાએ આપેલા અંગોના દાન અંગે માહિતી આપશે. મેકમિલન કન્સલ્ટન્ટ યુરોલોજીકલ સર્જન કુ. જ્યોતિ શાહ અન્ય પ્રશ્નોના જવાબ આપી શકાશે. ઝૂમ મીટીંગ આઇડી 886 349 120 27 તેમજ પાસકોડ 1234 છે. સંપર્ક: પ્રવિણભાઇ મજીઠીયા 07971 626 464.