ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી શ્રેણીની અંતિમ ટી20 મેચમાં પોતાના 1000 ટી20 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં અભિષેકે પોતાની ઇનિંગનો 11મો રન પૂર્ણ કર્યો, તે સૌથી ઓછા બોલમાં 1000 ટી20 આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કરનાર ખેલાડી બન્યો ગચો. અગાઉ, આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન ખેલાડી ટિમ ડેવિડના નામે હતો, જેણે 569 બોલમાં 1000 ટી20 આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કર્યા હતા. અભિષેક શર્માએ માત્ર 528 બોલમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. યાદીમાં ત્રીજા સ્થાને ભારતીય ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે, જેમણે 573 બોલમાં 1000 ટી20 આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કર્યા હતા. ભારતીય ટીમ દ્વારા ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેમણે 27 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે, અભિષેક શર્મા આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે, તેણે 28 ઇનિંગ્સમાં 1000 રનનો આંકડો પૂર્ણ કર્યો છે.

LEAVE A REPLY