(PTI Photo)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, નિર્માણાધીન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને વિશ્વ કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સ્પોર્ટ્સ સુવિધા સાથે અમદાવાદ દેશની સ્પોર્ટ્સ રાજધાની બનશે. અમિત શાહે રવિવારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનુંસ ઉદ્ઘાટન કર્યું હતું.

અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2036 સુધીમાં વિવિધ પ્રકારની 13 આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું આયોજન કરીને અમદાવાદને માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં રમતગમતનું કેન્દ્ર બનાવવાની વ્યવસ્થા ચાલી રહી છે.અમદાવાદ આપણા દેશની રમતગમતની રાજધાની બનવા જઈ રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં છે, તેની બાજુમાં સેંકડો એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચાલુ થયું છે.

તેમણે જણાવ્યું હતું કે, 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અહીં યોજાવા જઈ રહી છે. અમદાવાદમાં (2030) કોમનવેલ્થ ગેમ્સ યોજવાની મંજૂરી મળવાની પૂરી શક્યતા છે.કેન્દ્ર સરકાર 2036 માં અમદાવાદમાં ઓલિમ્પિક લાવવા માટે ઘણી તૈયારીઓ કરી રહી છે.

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ભારતનું સૌથી મોટું અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોવા પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમતગમતના માળખાગત સુવિધાઓ અને ખેલાડીઓની તાલીમને વિશ્વ કક્ષાની બનાવવા, પસંદગી પારદર્શક બનાવવા અને સારું રમનારાઓને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું છે. આ પ્રયાસોને કારણે, છેલ્લા 10 વર્ષમાં ભારતના રમતગમતના દૃશ્યમાં ઘણો ફેરફાર થયો છે.

LEAVE A REPLY