ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો હતો કે OpenAIના રિસર્ચર અને વ્હિસલબ્લોઅર સુચિર બાલાજીનું મર્ડર થયું હતું. બાલાજીનું મૃત્યુ આપઘાત હતો તેવા પોલીસના તારણને ઓપનએઆઈના સહ-સ્થાપક સેમ ઓલ્ટમેન સમર્થન આપીને બાલાજીને પોતાના મિત્ર જેવા ગણાવ્યાં હતાં. આ પછી સેમ ઓલ્ટમેન્ટના ઘોર ટીકાકાર મસ્કે આવા દાવો કર્યો હતો.
ભારતીય મૂળના સૂચિર છેલ્લા ચાર વર્ષથી OpenAI સાથે કામ કરી રહ્યો હતો. 2024ના નવેમ્બરમાં સેન ફ્રાન્સિસ્કોના એપાર્ટમેન્ટમાં તેમનો મૃત દેહ મળ્યો હતો. તેમણે ઓપનએઆઇ સામે કોપીરાઇટ ભંગનો આરોપ મૂક્યો હતો.
2023ની ઓગસ્ટમાં સુચિરે OpenAIમાંથી રાજીનામું આપી દીધું હતું અને જાહેરમાં કહ્યું હતું કે OpenAI તેના જનરેટિવ AI મોડલને ટ્રેઇનિંગ આપવા માટે કોપીરાઇટેડ મટિરિયલનો ઉપયોગ કરે છે. સુચિરની માતા પૂર્ણિમા રામારાવે કહ્યું કે ‘દરેકને ચૂપ કરી નાખવામાં આવ્યાં છે. આ વિશે કોઈ સત્ય નથી બોલી રહ્યું. તેમ જ વકીલને પણ હવે મારા દીકરાના મૃત્યુને સુસાઇડ તરીકે બોલવા પર મજબૂર કરવામાં આવી રહ્યો છે.
સુચિર બાલાજી એક કોમ્પ્યુટર સાઇન્ટિસ્ટ હતાં, જેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી અભ્યાસ કર્યો હતો. તેમણે OpenAI અને સ્કેલAI સાથે તેની ઇન્ટર્નશિપની શરૂઆત કરી હતી. ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ તેણે OpenAIમાં ફુલ-ટાઇમ કામ શરૂ કર્યું હતું. વેબજીપીટી અને જીપીટી-4ના પ્રી-ટ્રેઇનિંગ પ્રોજેક્ટમાં તેમણે કામ કર્યું હતું.
