પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પંજાબના અમૃતસરમાં કોઇ પણ સમારંભમાં હાજરી આપવા માટે કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ અથવા વેક્સીનેશનના પ્રુફને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે સ્થાનિક વહીવટીતંત્રે રવિવારે આ નિર્ણય કર્યો હતો.

અમૃતસરના ડેપ્યુટી કમિશનર ગુરપ્રીત ખૈરાએ રવિવારે જણાવ્યું હતું કે સામાજિક, ધાર્મિક, સ્પોર્ટસ, મનોરંજન, સાંસ્કૃતિક સહિતના તમામ સમારંભમાં 100 (ઇન્ડોર) અને 200 લોકો (આઉટડોર)ની મર્યાદાનું કડક પાલન કરાવવામાં આવશે. આ મર્યાદાના ભંગ બદલ આયોજકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે. સોસિયલ ડિસ્ટન્સિંગ અને બીજા નિયમોનું પાલન કરતાં લોકોને પણ દંડ કરવામાં આવશે. અમૃતસરમાં રવિવારે કુલ 891 એક્ટિવ કેસ હતી.