lack of food

આણંદની જીવનદીપ સોસાયટીમાં એક પરિવારના 3 સભ્યોએ આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. શુક્રવારે બનેલી આ દુઃખદ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હતા અને એકનો બચાવ થયો હતો. પ્રાથમિક તપાસ મુજબ પરિવારના ત્રણેય સભ્યોએ આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની શક્યતા છે.

બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત અનુસાર આણંદ શહેરની જીવનદીપ સોસાયટીમાં રહેતા અને વિદ્યાનગરમાં મિત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારેના ત્રણ સભ્યો ટીનાબેન પ્રકાશભાઈ શાહ (ઉં.વ.38), મિત પ્રકાશભાઈ શાહ (ઉ.વ. 12), સૃષ્ટિ પ્રકાશભાઈ શાહ (ઉં.વ.15)એ સામુહિક અભઘાતનો કર્યો પ્રયાસ કર્યો હતો. જેમાં સૃષ્ટિની હાલત અત્યારે સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

બે દિવસ પહેલા વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે પણ બુધવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પરિવારના 3 સભ્યોનાં મોત થયાં હતાં, જ્યારે 3ને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આપઘાત કરવા પાછળ આર્થિક સંકડામણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું હતું.