(ANI Photo)

ભાજપે શનિવારે મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી વર્તમાન લોકસભા સાંસદ પૂનમ મહાજનને પડતાં મૂકીને તેમના સ્થાને જાણીતા વકીલ ઉજ્જવલ દેવરાવ નિકમને ઉમેદવાર બનાવ્યાં છે.

નિકમ કાનૂની વર્તુળમાં જાણીતું નામ છે અને મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં સરકારી વકીલ હતા. દિવંગત ભાજપના નેતા પ્રમોદ મહાજનની પુત્રી મહાજન 2014 અને 2019માં આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. તેઓ ભાજપની યુવા પાંખના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે.

પક્ષના નેતાઓએ દાવો કર્યો છે કે પક્ષના સંગઠનાત્મક પ્રતિસાદને આધારે પૂનમ મહાજનને પડતો મૂકવાનો નિર્ણય કરાયો હતો. છેલ્લાં કેટલાક સમયથી એવા સંકેતો મળી રહ્યા હતાં કે મહાજનને પડતા મુકવામાં આવશે, પરંતુ પાર્ટી તેમના સ્થાને કોને ઉમેદવાર બનાવવા તેની શોધ કરી રહી હતી.

કોંગ્રેસે તેના શહેર એકમના વડા અને ધારાવીના ધારાસભ્ય વર્ષા ગાયકવાડને મુંબઈ ઉત્તર મધ્યથી મેદાનમાં ઉતાર્યા છે. મુંબઈમાં પાંચમા તબક્કામાં 20મેના રોજ મતદાન થવાનું છે.

LEAVE A REPLY

12 − 8 =