ભારતમાં ઓમિક્રોનના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે એક જ દિસમાં કોરોનાની બે રસી અને એક એન્ટીવાઇરલ દવાને મંજૂરી આપી છે.
આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, જે નવી રસીને મંજૂરી આપવામાં આવી છે તેમાં કોવોવેક્સ અને કોર્બેવેક્સનો સમાવેશ થાય છે. જ્યારે એન્ટરી વાઇરલ દવા મોલનુપિરવીરને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
કોર્બેવેક્સ ભારતમાં નિર્મિત પ્રથમ આરબીડી પ્રોટિન સબ યુનિટ રસી છે. તેને હૈદ્રાબાદની કંપની બાયોલોજિકલ-ઈએ બનાવી છે. જ્યારે નેનોપાર્ટિકલ ટેકનોલોજી પર આધારિત કોવોવેક્સને પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં બનાવાશે. આથી હવે ભારતમાં કોરોનાની પાંચ વેક્સીન ઉપલબ્ધ થશે. કોવેક્સિન, કોવિશિલ્ડ અને રશિયાની સ્પૂટનિક વી રસીને અગાઉ જ મંજૂરી આપવામાં આવી છે. હવે એક જ દિવસમાં બે રસીને મંજૂરી આપીને સરકાર લોકોને તેના વધુ વિકલ્પ ઉપલબ્ધ કરાવવા ઇચ્છે છે.