ગોધરાકાંડ
(istockphoto.com)

ગુજરાતમાં ૨૦૦૨ના ગોધરાકાંડ પછીના રમખાણોના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે ત્રણ લોકોને દોષિત ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકાર્યાના ઓગણીસ વર્ષ પછી ગુજરાત હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. હાઇકોર્ટે તેમણે વિશ્વસનીય પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યાં હતાં.

ન્યાયાધીશ ગીતા ગોપીની બેન્ચે સચિન પટેલ, અશોક પટેલ અને અશોક ગુપ્તા દ્વારા દાખલ કરાયેલી અપીલને મંજૂરી આપી હતી. તેમણે આણંદની ફાસ્ટ-ટ્રેક કોર્ટના 29 મે, 2006ના રોજ આપવામાં આવેલા સજાના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

હાઇકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે “ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશે પુરાવાઓને ધ્યાનમાં લેવામાં ભૂલ કરી હતી. દોષિત ઠેરવવાનો ચુકાદો વિશ્વસનીય અને બીજા પુરાવા પર આધારિત નથી. ટ્રાયલ દરમિયાન આરોપીની ઓળખ સાબિત થઈ નથી.

રમખાણો, આગચંપી, ગેરકાયદેસર એકઠા થવું જેવા આરોપો હેઠળ નવ વ્યક્તિઓ સામે કેસ દાખલ થયો હતો. તેમાંથી ચારને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. એક અપીલકર્તાનું 2009માં અવસાન થયું હતું.ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરી, 2002 ના રોજ ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના બે કોચને આગ લગાડવામાં આવ્યાના એક દિવસ પછી આણંદના એક વિસ્તારમાં ભેગા થયેલા ટોળામાં ત્રણેય દોષિતો સામેલ હતા. ટોળાએ કથિત રીતે દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું અને કેટલીક દુકાનોમાં આગ લગાવી હતી.

LEAVE A REPLY