નવનાત સેન્ટર, પ્રિન્ટિંગ હાઉસ લેન, હેયસ, UB3 1AR ખાતે પર્યુષણની ઉજવણી માટે શાસન પ્રભાવક પૂર્વીદીદી કોઠારી અને દર્શનાદીદી દાડિયા દ્વારા કરવામાં આવશે. પર્યુષણ પર્વે ભવ્ય શોભાયાત્રાનું આયોજન બુધવાર, 20 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે કરવામાં આવ્યું છે. સ્થાનકવાસી, દેરાવાસી અને અંગ્રેજી પ્રતિક્રમણ નવનાત સેન્ટર ખાતે અને ઝૂમ દ્વારા યોજાનાર છે.
ગાયક અને ગીતકાર પ્રિયેશ શાહ શુક્રવાર 22 ઓગસ્ટથી સોમવાર 25 ઓગસ્ટ સુધી સંગીત અને ભાવનાનું સંચાલન કરશે. અંગ્રેજી પ્રતિક્રમણ અને વાર્તાલાપ મેહુલભાઈ સંઘરાજકા દ્વારા આયોજિત કરવામાં આવશે.
નવનાત સેન્ટર ખાતે પર્યુષણના 5મા દિવસે મહાવીર જન્મ કલ્યાણકનું આયોજન રવિવાર 24 ઓગસ્ટ 2025ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. સૌ માટે નોંધણી કરાવવી આવશ્યક છે. સવારે 10થી 10:30: ચૈત્યવંદન, સવારે 10:30 થી 12 વાગ્યા સુધી : શાશન પ્રભાવક પૂર્વીદીદી અને દર્શનાદીદી દ્વારા પ્રવચન, બપોરે 12થી 1:45 વાગ્યા સુધી લંચ, બપોરે 1:45થી સાંજના 5:15 દરમિયાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી થશે.
સાંજે 5-15થી 6 રાત્રિભોજન, સાંજે 6-15થી 7-55 દેરાવાસી પ્રતિક્રમણ, સાંજે 6-30થી 7-15 સ્થાનકવાસી પ્રતિક્રમણ, સાંજે 6-45થી 7-45 અંગ્રેજીમાં પ્રતિક્રમણ અને રાત્રે 8થી 10 ભાવના, આરતી અને મંગલ દિવો થશે. પાંચમા દિવસે રવિવારે મહાવીર જન્મ વંચન ઉજવણી વખતે નવનાત સેન્ટર ખાતે મહિલાઓને લાલ રંગના વસ્ત્રો પહેરવા વિંનતી કરવામાં આવી છે.
પર્યુષણની ઉજવણીના ભાગ રૂપે નવનાત ફૂડબેંક રજૂ કરવામાં આવી છે અને સેવાની ભાવનાને મૂર્તિમંત કરવા આ વર્ષે ફરીથી ટીન ફૂડ, બેબી સપ્લાય અને નાશ ન પામે તેવી ચીજ વસ્તુઓનું ઉદાર હાથે દાન કરવા વિનંતી કરાઇ છે.
સંપર્ક: જસવંત દોશી 07877 372825, ભુપેન્દ્ર શાહ 07944 532780 અથવા ઇમેલ [email protected]
મહાવીર ફાઉન્ડેશન કેન્ટન દહેરાસર દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી
મહાવીર ફાઉન્ડેશન કેન્ટન દહેરાસર દ્વારા પર્યુષણ પર્વની ઉજવણીનું આયોજન 20થી 27 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડૉ. સૌરભભાઈ શાહના પ્રવચન, પ્રતિક્રમણ, હર્ષિત શાહ દ્વારા ભાવના કરાવામાં આવતી ભવનાનો લાભ મળશે.
તા. 24ના રોજ મહાવીર જન્મ વંચન સપના ઉચ્છવણી – ૮ મંગલ અને પારણું ઝુલાવવાનો લાભ બપોરે ૨ વાગ્યાથી JFS સ્કૂલ – ધ મોલ HA3 9TE ખાતે મળશે. સ્વામી વાત્સલ્ય સાંજે ૫ વાગ્યે અને પ્રતિક્રમણ રાત્રે 8 વાગ્યે થશે.
આ પ્રસંગે સ્થાનકવાસી પર્યુષણ અને પ્રતિક્રમણનો લાભ પણ મળશે. સ્થાનકવાસી પ્રતિક્રમણ વિશે વધુ માહિતી માટે સંપર્ક સચિન શાહ 07825 894055. સ્પોન્સરશીપ માટે સંપર્ક રાજેન શાહ 07770642786. https://mahavirfoundation.com/
- જૈન નેટવર્ક દ્વારા જૈન સેન્ટર, 64 – 68 કોલિન્ડેલ એવન્યુ, લંડન, NW9 5DR ખાતે પર્યુષણ પર્વનું આયોજન 20થી 27 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8200 0828 અને jainnetwork.com
- ઓશવાલ એસોસિએશન ઓફ યુકે દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી 20થી 27 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. પર્યુષણ યુકેમાં આવેલા બધા ઓશવાલ સેન્ટર્સમાં રૂબરૂ અને વર્ચ્યુઅલ બંને રીતે યોજાશે. બધાને દરરોજ ભાગ લેવા માટે આમંત્રણ છે. પૂજ્ય શ્રી જયેશભાઈ દરરોજ સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી વર્ચ્યુઅલી – ઝૂમ પર પ્રવચન આપશે. પર્યુષણ પર્વનું જીવંત પ્રસારણ ઓશવાલ યુટ્યુબ ચેનલ પર થશે. વિવિધ OAUK ક્ષેત્રોમાં થતી પ્રવૃત્તિઓ માટે જુઓ વેબસાઇટ oshwal.org.uk
