(Photo by Ian Vogler – WPA Pool/Getty Images)

ક્રિસમસ ડે 2023: કેટ તેમના પરિવાર સાથે સેન્ડ્રિંગહામ, નોર્ફોકમાં સેન્ટ મેરી મેગડાલીન ચર્ચમાં સર્વિસમાં હાજરી આપતાં નજરે પડ્યાં હતાં.

જાન્યુઆરી 17: કેન્સિંગ્ટન પેલેસે જાહેરાત કરી હતી કે કેટે લંડન ક્લિનિક, મેરીલબોન, સેન્ટ્રલ લંડનની એક ખાનગી હોસ્પિટલ ખાતે પેટનું “સફળ” ઓપરેશન કરાવ્યું છે.

જાન્યુઆરી 29: કેટને બે અઠવાડિયા પછી ઘરે સ્વસ્થ થવા માટે રજા આપવામાં આવી.

ફેબ્રુઆરી 27: પ્રિન્સ ઑફ વેલ્સ “વ્યક્તિગત કારણોસર” શાહી એંગેજમેન્ટ ચૂકી ગયા હતા પણ જણાવાયું હતું કે તેમની ગેરહાજરી મિત્ર થોમસ કિંગ્સટનના મૃત્યુ સાથે સંબંધિત નથી.

ફેબ્રુઆરી 29: કેન્સિંગ્ટન પેલેસે એક નિવેદનમાં કહ્યું હતું કે કેટ “સારું કરી રહ્યાં છે”.

માર્ચ 10: સ્વાસ્થ્ય અંગેની તીવ્ર ઓનલાઈન અટકળો વચ્ચે, કેટે તેમના પતિ દ્વારા મધર્સ ડે માટે લેવાયેલો એક કૌટુંબિક ફોટોગ્રાફ પ્રકાશિત કર્યો હતો. જે ફોટામાં ખૂબ જ એડિટીંગ કરવામાં આવ્યું હતું. જેને એજન્સીઓ દ્વારા ઝડપથી પાછો ખેંચી વિશ્વના પ્રેસને “કિલ નોટિસ” જારી કરવામાં આવી હતી.

માર્ચ 11: કેટે એક્સ પર આ અંગે માફી માંગી હતી.

માર્ચ 17: ધ સન અખબારે પતિ વિલયમ સાથે કેટને વિન્ડસરની ફાર્મ શોપમાં શોપીંગ કરતા હોય તેવો ફોટો પ્રકાશિત કર્યો હતો. તેણીને જોનારા લોકોએ તેણી રીલેક્ષ  અને ખુશ દેખાતી હોવાનું જણાવ્યું હતું.

22 માર્ચ: કેટે જહેર કર્યું હતું કે તેણીના ઓપરેશન પછીના ટેસ્ટમાં તેણીને કેન્સર હોવાનું નિદાન થયું છે.

LEAVE A REPLY

5 × two =