તા. ૧૩ની રાત્રે જાહેર કરાયેલા મહારાજાના જન્મદિવસના સન્માન યાદીમાં એશિયન હેલ્થ વર્કર્સ, એકેડેમિક્સ, ચેરિટી વર્કર્સ અને કેમ્પેઇનર્સને વિવિધ એવોર્ડ એનાયત કરી તેમના સત્કાર્યોની સરાહના કરવામાં આવી હતી. એક હજારથી વધુ અગ્રણીઓને તેમની અસાધારણ સિદ્ધિઓ, ખાસ કરીને જાહેર સેવા માટે પોતાનો સમય આપનારા લોકોને પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
કોવેન્ટ્રી અને વોરિકશાયર પાર્ટનરશિપ NHS ટ્રસ્ટના અધ્યક્ષ પ્રોફેસર જગતાર સિંહને NHS ની સેવાઓ માટે CBE અને સિટી ઓફ લંડન કોર્પોરેશનના એલ્ડરમેન પ્રેમ બાબુ ગોયલને જાહેર સેવા માટે CBE અપાયો હતો.
અરોરા ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક સુનિતા અરોરાને ચેરિટેબલ ક્ષેત્ર અને ફિલાન્થ્રોપી સેવાઓ માટે; ગાય્સ અને સેન્ટ થોમસ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ, NHS અને નર્સિંગ માટે સેવાઓ માટે હેડ નર્સ અવેન્દ્રજીત ભાટિયા અને માઇન્ડઆઉટના સીઇઓ અને વ્યૂહાત્મક સલાહકાર રીટા હિરાનીને મહિલાઓ, LGBTQ+ સમુદાય અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકોની સેવાઓ માટે ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE) એનાયત કરાયો હતો.
વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, “આ વર્ષના મહારાજાના જન્મદિવસની સન્માન યાદી આપણા દેશના દરેક ખૂણામાં અસ્તિત્વમાં રહેલા અસાધારણ સમર્પણ, કરુણા અને સેવાની શક્તિશાળી યાદ અપાવે છે. સમુદાયના ચેમ્પિયનથી લઈને સાંસ્કૃતિક ચિહ્નો સુધી, દરેક પ્રાપ્તકર્તા બ્રિટનના શ્રેષ્ઠતમ ગુણોને પ્રતિબિંબિત કરે છે. હું તે બધાને મારા હૃદયપૂર્વક અભિનંદન અને કૃતજ્ઞતા પાઠવું છું.”
ભૂતપૂર્વ ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમ કેપ્ટન ડેવિડ બેકહામને રમતગમત અને ચેરિટીમાં સેવાઓ માટે નાઈટહૂડ અને કલામાં સેવાઓ માટે શિલ્પકાર સર એન્ટની ગોર્મલીને મેમ્બર ઓફ ઓર્ડર ઓફ ધ કમ્પેનિયન્સ ઓફ ઓનર સન્માન એનાયત કરાયું હતું. વિશિષ્ટ સિરામિક્સ માટે જાણીતા એમ્મા બ્રિજવોટરને ડેમ બનાવવામાં આવ્યા છે.
નોટિંગહામના 46 વર્ષીય જસપાલ સિંહ તગ્ગરને જનરલ પ્રેક્ટિસ અને જનરલ પ્રેક્ટિસ શિક્ષણની સેવાઓ માટે MBE અપાયો હતો. તેઓ નોટિંગહામ યુનિવર્સિટીમાં પ્રાયમરી કેર એજ્યુકેશન યુનિટના વડા છે અને 1,000 વિદ્યાર્થીઓ સુધી પ્રાયમરી કેર ક્લિનિકલ પ્લેસમેન્ટના વિકાસ અને મોટા પાયે વિસ્તરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
લેસ્ટરના 48 વર્ષીય ફરહાન આદમને પણ શિક્ષણમાં સેવાઓ માટે MBE પ્રાપ્ત થયો હતો. તેઓ 2017 થી બહુસાંસ્કૃતિક શાળા ક્રાઉન હિલ્સ કોમ્યુનિટી કોલેજનું નેતૃત્વ કરી રહ્યા છે. નવેમ્બર 2023માં, તેમને 2023 પીયર્સન નેશનલ ટીચિંગ એવોર્ડ્સમાં ‘માધ્યમિક શાળામાં વર્ષના મુખ્ય શિક્ષક’ તરીકે નવાજવામાં આવ્યા હતા. આદમ સ્થાનિક ફૂડ બેંકો અને બેઘર લોકોની પહેલને પણ સમર્થન આપે છે.
ધ હિલવોકિંગ હિજાબી તરીકે ઓળખાતા ગ્લાસગોના 34 વર્ષીય ઝહરાહ મહમૂદને સ્કોટલેન્ડમાં સ્વૈચ્છિક સેવા માટે MBE થી સન્માનિત કરવામાં આવ્યા છે. કલા અને સંસ્કૃતિ ક્ષેત્રમાં, બર્મિંગહામની 47 વર્ષીય કથક ગાયક સોનિયા સાબરી અને બર્મિંગહામના 43 વર્ષીય સુદર્શન સિંહ ચાના બંનેને MBE પ્રાપ્ત થયું હતું. સાબરીને નૃત્ય માટેની તેમની સેવાઓ માટે સન્માનિત કરવામાં આવી હતી. તેણી બ્રિટનમાં સંપૂર્ણ તાલીમ પામેલી મહિલા એશિયન પ્રોફેશનલ નૃત્ય કલાકાર છે. શ્રી ચાના, ડ્રમ વાદ્યો તબલા અને જોરી વગાડવા અને શીખ સંગીતની મૌખિક પરંપરાને પ્રોત્સાહન આપવા અને જાળવવાના પ્રયાસો માટે પ્રખ્યાત છે. તેમણે બકિંગહામ પેલેસ તેમજ યુકે અને યુએસ, કેનેડા, મલેશિયા, ઇટાલી, કેન્યા, દક્ષિણ આફ્રિકા અને ઇઝરાયલમાં પ્રદર્શન કર્યું છે.
બ્રેડફર્ડ પાર્ક એવન્યુ ક્રિકેટ ક્લબમાં કોચિંગ અને અગ્રણી ગ્રાઉન્ડકીપિંગ માટે જાણીતા 55 વર્ષીય ઝરિત નાસા હુસૈનને ક્રિકેટમાં સેવાઓ માટે BEM મળ્યો હતો. બોલ્ટનના પ્રશાંત જયંતિલાલ લાડવાને વિદેશમાં તાલીમ પામેલા બ્રિટિશ નાગરિક ડોક્ટરોને સેવાઓ આપવા બદલ BEM એનાયત કરાયો છે.
84 વર્ષીય આદર્શ ખુલ્લરને સ્કોટિશ એશિયન એકતા ગ્રુપને સેવાઓ માટે BEM એનાયત કરાયો હતો. 62 વર્ષીય સમુદાય કાર્યકર અરુણા બિપિન મિસ્ત્રીને વોરિકશાયરમાં ઉચ્ચ શિક્ષણમાં, ખાસ કરીને પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના શિક્ષણમાં સેવાઓ માટે BEM એનાયત કરાયો હતો.
ડચી ઓફ લેન્કેસ્ટરના ચાન્સેલર, પેટ મેકફેડને કહ્યું હતું કે “હું આ વર્ષની મહારાજાની જન્મદિવસની સન્માન યાદીમાં સમાવાયેલા તમામ એવોર્ડ વિજેતાઓને મારા અભિનંદન પાઠવું છું, અને તેમના સમુદાયો અને દેશમાં તેમના યોગદાન બદલ તેમનો આભાર માનું છું. જો તમે કોઈ એવી વ્યક્તિને જાણતા હો જેમણે કંઈક અદ્ભુત કર્યું છે, તો તેમને સન્માન માટે નોમિનેટ કરો જેથી રાષ્ટ્ર તેમની સિદ્ધિઓને ઓળખી શકે.”
કોઈપણ વ્યક્તિ કોઈને પણ સન્માન માટે નોમિનેટ કરી શકે છે. તમે કોઇને કેવી રીતે આગળ ધ
પાવી શકો છો તે વિશે વધુ જાણવા માટે https://www.gov.uk/honours પરથી માહિતી મેળવી શકો છો.
કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર
- પ્રેમ બાબુ ગોયલ ઓબીઇ, – એલ્ડરમેન, સિટી ઓફ લંડન કોર્પોરેશન. જાહેર સેવા માટે (લંડન)
- ફ્રેડરિક ખાંડેકર પેરી – (લેટલી ડિરેક્ટર, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ. બિઝનેસ એન્ડ ટ્રેડની સેવાઓ માટે (લંડન)
- તનુજા રેન્ડરી – મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ, એમેઝોન વેબ સર્વિસીસ, બિઝનેસ અને ટેકનોલોજી ક્ષેત્રની સેવાઓ માટે (લંડન)#
- પ્રોફેસર જગતાર સિંહ, ઓબીઇ – લેટલી ચેર, કોવેન્ટ્રી અને વોરિકશાયર પાર્ટનરશિપ એનએચએસ ટ્રસ્ટ. NHSની સેવાઓ માટે (બેડફોર્ડ)
ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર
- ડૉ. સૈયદ અલી અબ્બાસ, પીસબિલ્ડીંગ અને આંતરધર્મ સંવાદ માટે સેવાઓ માટે (લંડન)
- પ્રોફેસર રોબિન રાયન ALI FMedSci, હ્યુમન મોલેક્યુલર જિનેટિક્સના પ્રોફેસર, કિંગ્સ કોલેજ લંડન. જીન અને સેલ થેરાપીની સેવાઓ માટે (લંડન)
- સુનિતા અરોરા, સ્થાપક, ધ અરોરા ચેરિટેબલ ફાઉન્ડેશન. ચેરિટેબલ ક્ષેત્ર અને ફિલ્નથ્રોપી સેવાઓ માટે (વર્જિનિયા વોટર, સરે)
- અવિંદરજીત ભાટિયા, ચિફ નર્સ, ગાય્સ અને સેન્ટ થોમસ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. NHS અને નર્સિંગ માટે સેવાઓ માટે (ટનબ્રિજ વેલ્સ, કેન્ટ)
- રીટા હિરાની, સ્ટ્રેટેજિક સલાહકાર અને લેટલી સીઇઓ માઇન્ડઆઉટ. મહિલાઓ, LGBTQ+ સમુદાય અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકોની સેવાઓ માટે (લંડન)
- પૂજા કાંડા, એન્ટી નાઇફ કેમ્પેઇનર, પ્રિવેન્શન ઓફ નાઇફ ક્રાઇમની સેવાઓ માટે (લીટન બઝાર્ડ, બેડફોર્ડશાયર)
- ડૉ. કુલીન કાંતિલાલ પટેલ – આંતરરાષ્ટ્રીય વેપાર, પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતો વિભાગના વેટરનરી એડવાઇઝર પશુ આરોગ્ય અને આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સેવાઓ માટે (લંડન)
- રશીદ નિકોલસ જોન પેન્ડ્રી – વૉન્ડ્સવર્થ બરો કાઉન્સિલના પ્રેક્ટિસ ડિરેક્ટર, ચિલ્ડ્રન્સ સર્વિસીસ. બાળકો અને પરિવારની સામાજિક સંભાળ સેવાઓ માટે (લંડન)
- વૈભવ પુરી – સેક્ટર સ્ટ્રેટેજી અને ટ્રાન્સફોર્મેશન, રેલ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડના ડિરેક્ટર. રેલ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સની સેવાઓ માટે (સેન્ટ નિયોટ્સ, કેમ્બ્રિજશાયર)
- પ્રોફેસર હનીફા યુનિસા શાહ, પ્રો વાઇસ-ચાન્સેલર, બર્મિંગહામ સિટી યુનિવર્સિટી. ઉચ્ચ શિક્ષણની સેવાઓ માટે. (બર્મિંગહામ)
- પ્રોફેસર પંકજ શર્મા, ડાયરેક્ટર, કાર્ડિયોવાસ્ક્યુલર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રોયલ હોલોવે યુનિવર્સિટી ઓફ લંડન. સાઉથ એશિયન લોકોમાં સ્ટ્રોકમાં સંશોધન માટે સેવાઓ માટે (લંડન)
- રણજીત સિંહ – ક્વોલીટી એન્ડ લર્નર એક્સપીરીયન્સ, વાઇસ પ્રિન્સિપાલ, હલ કોલેજ. વધુ શિક્ષણની સેવાઓ માટે (લંડન)
- ડૉ. પરાગ સિંઘલ – કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ, વેસ્ટન એરિયા હેલ્થ NHS ટ્રસ્ટ. આરોગ્ય શિક્ષણ અને શ્યામ અને લઘુમતી વંશીય ડોકટરોની સેવાઓ માટે (વેસ્ટન-સુપર-મેર)
- કેપ્ટન જગજીત સિંહ સોહલ – ચેર, WW1 શીખ મેમોરિયલ ફંડ. ગ્રેટ બ્રિટનમાં સેવા આપનારા કોમનવેલ્થ સૈનિકોની સેવાઓ માટે (સટન કોલ્ડફિલ્ડ)
મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (MBE)
- ફરહાન આદમ – હેડટીચર, ક્રાઉન હિલ્સ કોમ્યુનિટી કોલેજ, લેસ્ટર. શિક્ષણની સેવાઓ માટે (લેસ્ટર)
- સુરદર્શન સિંહ ચાણા – ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. સંગીત અને શીખ સંસ્કૃતિમાં સેવાઓ માટે (બર્મિંગહામ).
- હફશા દાદાભાઈ-શૈખ – ડાયરેક્ટર, સ્માર્ટલાઇટ – ગેટ ફેમિલીઝ ટોકિંગ. ડિજિટલ ઇન્ક્લુઝનની સેવાઓ માટે (બર્મિંગહામ)
- ઉમેશકુમાર દેસાઈ, ઉચ્ચ શિક્ષણની સેવાઓ માટે (લેસ્ટર)
- ઝમીહા દેસાઈ, ફાઉન્ડર રેકેમેન્ડ એશિયન અને પ્રોફેશનલ એશિયન. બ્રિટિશ એશિયન સમુદાય માટે સેવાઓ માટે (લંડન)
- નીલમ દેવેશર ડીએલ – સરે માટે કોમ્યુનિટી ફાઉન્ડેશનના અધ્યક્ષ અને સરે લઘુમતી વંશીય ફોરમના અધ્યક્ષ. સરેમાં ચેરિટી અને સમુદાય માટે સેવાઓ માટે (લેધરહેડ)
- અમીના હુસૈન – ઓપરેશન્સ મેનેજર, ઇન્ટરનેશનલ ફેમિલી ટ્રેસિંગ, બ્રિટિશ રેડ ક્રોસ. રેડ ક્રોસ સેવાઓ માટે. (લંડન)
- પ્રોફેસર નૂર ઓવેસી – જીલાની – પેડિયાટ્રિક ન્યુરોસર્જરી, ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રોફેસર. ન્યુરોસર્જરી અને ગ્લોબલ ચાઇલ્ડ હેલ્થ સેવાઓ માટે. (લાઉટન, એસેક્સ)
- પ્રવિણ રવજી કારા જેઠવા – ડિલિવરી ઓફિસર, રિજન્સ ગ્રુપ લંડન, ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન. શિક્ષણ ક્ષેત્રે સેવાઓ માટે (વોટફર્ડ)
- સુજાન કાટુવાલ, ગ્રીનવિચના રોયલ બરોમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)
- મોહન સિંહ કુંડી – ચેર, સેફ્ટન કેરર્સ સેન્ટર. ચેરિટી ક્ષેત્રે સેવાઓ માટે (ફોર્બી, મર્સીસાઇડ)
- રામ કિશન મેહમી – પ્લેક, વોલ્સલના કાઉન્સિલર અને ડાર્લસ્ટન મંદિરના ટ્રસ્ટી. ધર્મ અને એકીકરણ સેવાઓ માટે (વોલ્સૉલ)
- પરિમલકુમાર ભાનુપ્રસાદ પટેલ, પેરાલીગલ ઓફિસર, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ. કાયદો અને વ્યવસ્થા માટે (લંડન)
- સંજય મહેન્દ્ર પટેલ – લેટલી મેનેજિંગ ડિરેક્ટર, ધ હન્ડ્રેડ. ક્રિકેટની સેવાઓ માટે (માર્લો)
- સત પોલ બેડફર્ડ, બેડફોર્ડશાયરમાં સમુદાયની સેવાઓ માટે (બેડફર્ડ)
- પ્રોફેસર રમણ કાન્ત પ્રિન્ઝા, એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર, યુનિવર્સિટી કોલેજ લંડન. એકેડેમિયા અને શિક્ષણની સેવાઓ માટે (લંડન)
- સોનિયા સાબરી – નૃત્ય કલાકાર. નૃત્ય ક્ષેત્રે સેવાઓ માટે (બર્મિંગહામ)
- શાહબાઝ હુસૈન શાહ – ફાયર ફાઇટર, લેન્કેશાયર ફાયર અને રેસ્ક્યુ સર્વિસ, લેન્કેશાયરમાં સમુદાયની સેવાઓ માટે (નેલ્સન, લેન્કેશાયર)
- મોનાસર શાહઝાદ (મોના શાહ) – સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, હેરી સ્પેક્ટર્સ. ઓટીઝમ ધરાવતા યુવાનોને તાલીમ અને રોજગારની સેવાઓ માટે (એલી, કેમ્બ્રિજશાયર)
- અરુણા કુમારી શર્મા – લેટલી હેટ ટીચર, વિલિયર્સ હાઇ સ્કૂલ, લંડન. શિક્ષણ ક્ષેત્રે સેવાઓ માટે (લંડન)
- ડૉ. રિચા સિંહા – ચેર, સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશન. સ્કોટલેન્ડમાં હિન્દુ સમુદાયની સેવાઓ અને હિન્દુફોબિયાનો સામનો કરવા માટે. (ગ્લાસગો)
- પ્રોફેસર જસપાલ સિંહ – ટગરેશન અંડરગ્રેજ્યુએટ પ્રાયમરી કેર એજ્યુકેશન યુનિટ, નોટિંગહામ યુનિવર્સિટી. જનરલ પ્રેક્ટિસ અને જનરલ પ્રેક્ટિસ ટીચિંગની સેવાઓ માટે (નોટિંગહામ)
- સંદીપ વેલ્સ – ક્વોલીટી ઇમ્પ્રુવમેન્ટ એડવાઇઝર અને સહ-અધ્યક્ષ, ટુગેધર નેટવર્ક, નોર્થ ઇસ્ટ એમ્બ્યુલન્સ સર્વિસ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. એથનિકલી ડાયવર્સ એમ્બ્યુલન્સ સ્ટાફને ટેકો આપવાની સેવાઓ માટે (બિશપ ઓકલેન્ડ)
મેડલિસ્ટ્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર
- રામ પ્રકાશ ગુપ્તા – લેન્કેશાયર અને ગ્રેટર માન્ચેસ્ટરમાં સમુદાયની સેવાઓ માટે (બ્લેકબર્ન)
- ઝરિત નાસા હુસૈન – ક્રિકેટને સેવાઓ માટે (બ્રેડફર્ડ)
- આદર્શ ખુલ્લર, સ્કોટિશ એશિયન એકતા ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ. સ્કોટિશ એશિયન એકતા ગ્રુપના સેવાઓ માટે (ગ્લાસગો)
- ડૉ. પ્રશાંત જયંતિલાલ લાડવા – ડોક્ટર, NHS અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, લિંકમેડિક્સ. વિદેશમાં તાલીમ પામેલા બ્રિટિશ સિવિલ ડોકટરોને સેવાઓ માટે (બોલ્ટન).
- અરુણા બિપિન મિસ્ત્રી – લેબોરેટરી ટીચર, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ. ઉચ્ચ શિક્ષણની સેવાઓ માટે (કોવેન્ટ્રી)
- અમીશ દિપકકુમાર પટેલ – ડિરેક્ટર, હોજસન ફાર્મસી. કોમ્યુનિટી ફાર્મસીની સેવાઓ માટે (લંડન)
- અલી કાદર – શેફિલ્ડ, સાઉથ યોર્કશાયરમાં સમુદાયની સેવાઓ માટે (શેફિલ્ડ)
- સંતોષ શર્મા – વોલંટિયર, ઓક્સફામ. ચેરિટેબલ સેવા માટે (કાર્ડિફ)
ઓવરસીઝ અને ઇન્ટરનેશનલ લિસ્ટ
એમબીઇ
રાજ ઘોષ – ટીમ લીડર, ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ. બ્રિટિશ ફોરેન પોલિસી માટે સેવાઓ માટે.
