
લોર્ડ્સ ખાતે ગુરુવારે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ભારતની ટીમમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું પુનરાગમન થયું હતું. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય ટીમમાં જોશ ટંગુના સ્થાને આર્ચરનો સમાવેશ થયો છે, જ્યારે બુમરાહ પી કૃષ્ણના સ્થાને આવ્યો છે.લીડ્સ અને બર્મિંગહામમાં અનુક્રમે ઈંગ્લેન્ડ અને ભારતની જીત બાદ પાંચ મેચની શ્રેણી ૧-૧થી બરાબર છે. . લાંબા સમયથી ઈજાના કારણે બહાર રહેલા આર્ચરને આખરે ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા મળી ગઈ હતી. આ ટેસ્ટ મેચ લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે અને આ સીરિઝ નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે બંને ટીમને હવે એક-એક મેચ જીતી ચૂકી છે.
ભારતની ટીમ
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડની ટીમ
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.
