પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિન્ડહોકમાં નામિબિયા સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. (@narendramodi on X via PTI Photo)

બ્રાઝિલ, ઘાના પછી બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામિબિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ‘ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિટ્શિયા મિરાબિલિસ’થી સન્માનિત કરાયા હતા. મે 2014માં વડાપ્રધાન બન્યા પછી મોદીનું આ 27માં આંતરરાષ્ટ્રીય સન્માન હતું.

ઘાના અને બ્રાઝિલે તેમને સૌથી પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર આપ્યો હતો. ઘાના સરકારે વડાપ્રધાન મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’થી સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર તેમને વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા અને ભારત-ઘાના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવ્યો હતો.

અગાઉ બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા હતા. એશિયા, યુરોપ, આફ્રિકા, ગલ્ફ દેશો, ઓશનિયા અને અમેરિકાના દેશો સહિત 27 દેશો તરફથ મોદીનું સન્માન મળ્યું છે.મોદી 2016થી દર વર્ષે એક યા બીજા દેશમાંથી આ સન્માન મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પોતાને ‘પ્રધાન સેવક’ કહીને દેશના 140 કરોડ લોકોની આકાંક્ષાઓ અને વિકાસના સપનાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ રહ્યા છે.

LEAVE A REPLY