વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો REUTERS/Leonardo Fernandez Viloria

ટ્રમ્પ વહીવટીતંત્ર વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોની ધરપકડ માટેની ઇનામની રકમ બમણી કરીને $50 મિલિયન કરી હતી. માદુરો પર વિશ્વના સૌથી મોટા નાર્કો-તસ્કરોમાંના એક હોવાનો અને અમેરિકામાં ફેન્ટાનાઇલ-મિશ્રિત કોકેનની હેરાફેરી કરતી કાર્ટેલ સાથે સાંગગાંઠનો આરોપ છે.

ઇનામની જાહેરાત કરતાં અમેરિકન એટર્ની જનરલ પામ બોન્ડીએ ગુરૂવારે જણાવ્યું હતું કે માદુરો આતંકવાદી સંગઠન જેમ કે ટ્રેન ડે અરાગુઆ, સિનાલોઆ અને કાર્ટેલ ઑફ ધ સન સાથે મળીને અમેરિકામાં ખતરનાક નશીલા પદાર્થ અને હિંસા ફેલાવી રહ્યા છે. તે દુનિયાના સૌથી મોટા ડ્રગ ટ્રાફિકર્સમાંથી એક છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. ડ્રગ એનફોર્સમેન્ટ એજન્સી (DEA)એ માદુરો અને તેના સાગરિતો સાથે જોડાયેલા 30 ટનથી વધુના કોકીન જપ્ત કર્યા છે, જેમાં આશરે 7 ટન ખુદ માદુરો સાથે જોડાયેલું જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ 700 મિલિયન ડૉલરથી વધુની સંપત્તિ (બે પ્રાઇવેટ જેટ અને નવ વાહન સહિત) પણ જપ્ત કરાઈ છે.

બોન્ડીએ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલું કોકીન હંમેશા ફેન્ટાલિન સાથે મિશ્રિત હોય છે, જે અમેરિકામાં ઓપિઓઇડ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યું છે. આ વેનેઝુએલા અને મેક્સિકો સ્થિત ડ્રગ કાર્ટેલ્સના પ્રમુખનો આર્થિક સ્ત્રોત છે અને અમેરિકન નાગરિકની અગણિત જિંદગી તબાહ કરવા માટે જવાબદાર છે.’

અગાઉ અમેરિકાએ માદુરોને પકડવા માટે 25 મિલિયન ડૉલરના ઈનામની જાહેરાત કરી હતી. પરંતુ, હવે તેને વધારીને 50 મિલિયન ડૉલર કરી દીધી છે.

LEAVE A REPLY