પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના મોરબી જિલ્લામાં હાઇવે પર બે ભારે વાહનો અને એક કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે બાળકો સહિત ચાર લોકો જીવતા ભૂંજાયા હતાં અને બીજા નવ લોકોને ઇજા થઈ હતી. એક કન્ટેનર રોંગ સાઇડથી રસ્તા પર ઘૂસી ગયું અને પલટી ગયું હતું, જેના કારણે ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી અને આગ લાગી હતી.

પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ, બાજુમાં જઈ રહેલા ટ્રક સાથે અથડાયા બાદ એક કારમાં ભીષણ આગ લાગી હતી. આ ટક્કરને કારણે ટ્રકમાં પણ આગ લાગી હતી. ચાર લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતાં. મૃતકોમાં કારમાં મુસાફરી કરી રહેલા બે વિદ્યાર્થીઓ અને ટ્રકમાં સવાર બે લોકોનો સમાવેશ થાય છે.જૂનાગઢની એક બોર્ડિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ કચ્છ જિલ્લામાં તેમના વતન જઈ રહ્યા હતાં

મોરબી ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય સાત લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી અને ફાયર વિભાગના કર્મચારીઓએ તેમને બચાવી લીધા હતા અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોમાં કારના બંને મુસાફરો રુદ્ર ગુજારિયા (૧૫), જૈમિન બાબરિયા (૧૭) અને રાજસ્થાનના બિકાનેરના રહેવાસી શિવરામ નાઈનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક પીડિતની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.

 

LEAVE A REPLY