ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ (FIA) – ન્યૂ ઇંગ્લેન્ડના નેતૃત્વમાં ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો દ્વારા 11 સપ્ટેમ્બર, 2001ના રોજ કરાયેલા આતંકવાદી હુમલા દરમિયાન જીવ ગુમાવનાર લોકોને શ્રધ્ધાંજલિ આપવા 43 મિલ્ક સ્ટ્રીટ ખાતે 9/11 મેમોરિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા 41 ભારતીય મૂળના વ્યક્તિઓ સહિત મોતને ભેટેલા લગભગ 3,000 લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. સમુદાયના સભ્યોએ સ્મારક પર ફૂલો ચઢાવી મૌન પાળી પ્રાર્થના કરી હતી અને અન્ય ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો. આ સ્મારકમાં મૂળ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો સ્ટીલનો સ્તંભ છે, જે દુર્ઘટનાની મૂર્ત યાદ અપાવે છે.
FIA પ્રમુખ અભિષેક સિંહે હુમલાઓને “સમગ્ર સભ્ય વિશ્વ માટે દુર્ઘટના” ગણાવી હતી. ઉપસ્થિત સૌએ ટર્નિંગ પોઇન્ટ યુએસએના સ્થાપક ચાર્લી કર્ક માટે મૌન પાળ્યું હતું. જેમની 10 સપ્ટેમ્બર, 2025 ના રોજ દુ:ખદ હત્યા કરવામાં આવી હતી.
FIA ના ઉપપ્રમુખ સંજય ગોખલેએ કહ્યું હતું કે, “લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી જે વાણી સ્વાતંત્ર્યનું રક્ષણ કરે છે અને મંતવ્યોના તફાવતને મંજૂરી આપે છે.”
