પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડિંગુચા પરિવારને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર આરોપી ફેનિલ પટેલની સોમવાર, 15 સપ્ટેમ્બરે કેનેડામાં ધરપકડ કરાઈ હતી. અમેરિકાની પ્રત્યાર્પણ વિનંતીને અનુસરીને ફેનિલ પટેલને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, એમ કેનેડિયન ન્યાય વિભાગના પ્રવક્તાએ સોમવારે સીબીસી ન્યૂઝને એક ઇમેઇલમાં જણાવ્યું હતું.

પ્રવક્તા કેટલિન મૂર્સે જણાવ્યું હતું કે વિભાગ વધુ વિગતો જાહેર કરી શકે તેમ નથી, કારણ કે પ્રત્યાર્પણ વિનંતીઓ એક દેશની બીજા દેશ વચ્ચેની ગુપ્ત વાતચીત હોય છે. ભારતીય પોલીસે અગાઉ આરોપ લગાવ્યો હતો કે જાન્યુઆરી 2022માં ડિંગુચા પરિવારના ચાર સભ્યોના બરફમાં થીજી જવાથી મોત થયા હતા. આ પરિવારને કેનેડાની અમેરિકામાં ઘુસાસડવાનો ફેનિલ પટેલે પ્રયાસ કર્યો હતો.

મેનેગોના એમર્સન નજીક મિનેસોટામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ડિગુચાના પરિવારનું થીજી જવાથી મોત થયું હતું. પરિવારમાં ૩૯ વર્ષીય જગદીશ પટેલ, તેમની ૩૭ વર્ષીય પત્ની વૈશાલી, તેમની ૧૧ વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિકના થીજી ગયેલા મૃતદેહ યુએસ સરહદથી માત્ર ૧૨ મીટર દૂર મળી આવ્યાં હતાં.
જાન્યુઆરી 2023માં પરિવારના મૃત્યુમાં કથિત ભૂમિકા બદલ ગુજરાત ફેનિલ પટેલ સામે હત્યા અને માનવ તસ્કરીના આરોપો મુકાયા હતા. ભારતીય પોલીસે આરોપ લગાવ્યો હતો કે ફેનિલ પટેલ અને અન્ય એક વ્યક્તિએ માનવ તસ્કવરી નેટવર્કમાં કેનેડિયનની કામગીરી સંભાળતા હતા.

LEAVE A REPLY