
સુપ્રીમ કોર્ટે સોમવારે નોંધ્યું હતું કે જામનગર ખાતેના ગ્રીન ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર વનતારાને એક વિશેષ તપાસ ટીમ (SIT)એ ક્લીનચીટ આપી છે. ન્યાયાધીશ પંકજ મિથલ અને પી.બી. વરાલેની બેન્ચે SITના રિપોર્ટને રેકોર્ડ પર લીધો હતો અને સંતોષ વ્યક્ત કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે વનતારા સામે કાયદાઓનું પાલન ન કરવાના આરોપોને ધ્યાનમાં રાખીને સાચી હકીકત જાણવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની સોમવાર, 25 ઓગસ્ટે રચના કરી હતી. વનતારામાં ખાસ કરીને હાથીઓ લાવવામાં આવ્યા પછી વિવાદ ઊભો થયો હતો. જસ્ટિસ ચેલમેશ્વર ઉપરાંત, SITના અન્ય સભ્યોમાં જસ્ટિસ (નિવૃત્ત) રાઘવેન્દ્ર ચૌહાણ (ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ), મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને ભૂતપૂર્વ ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી અનિશ ગુપ્તાનો સમાવેશ કરાયો હતો.
સોમવારે સુપ્રીમ કોર્ટે SIT દ્વારા 12 સપ્ટેમ્બરના રોજ રજૂ કરાયેલા રિપોર્ટનો અભ્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે રિપોર્ટની તપાસ કર્યા પછી તે વિગતવાર આદેશ પસાર કરશે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે “અમે કોઈને પણ આવા વાંધા ઉઠાવવાની મંજૂરી આપીશું નહીં…અમે સમિતિના અહેવાલથી સંતુષ્ટ છીએ.. હવે, અમારી પાસે એક સ્વતંત્ર સમિતિનો અહેવાલ છે; તેમણે બધું જ તપાસ્યું છે; તેમણે નિષ્ણાતોની મદદ લીધી છે. તેમણે જે કંઈ પણ રજૂ કર્યું છે, અમે તેના આધારે આગળ વધીશું. અને તમામ સત્તાવાળાઓ ભલામણો અને સૂચનોના આધારે પગલાં લેવા માટે સ્વતંત્ર રહેશે
