(REUTERS Photo)

યુકેમાં પોતાને અને પરિવારને મળેલી સુરક્ષા અંગેની કોર્ટ અપીલ હારી ગયા બાદ ડ્યુક ઓફ સસેક્સ પ્રેન્સ હેરીએ કેલિફોર્નિયામાં બીબીસી ન્યૂઝને આપેલી એક  ભાવનાત્મક મુલાકાતમાં કહ્યું હતું કે ‘’સુરક્ષા અંગેની કોર્ટ અપીલ હારી જવાથી હતાશ છું. મારા પિતાના હાથમાં ઘણું નિયંત્રણ અને ક્ષમતા છે. આ બાબત તેમના દ્વારા ઉકેલી શકાઇ હોત. પણ હું મારી પત્ની અને બાળકોને સુરક્ષા વીના કઇ રીતે યુકે પાછા લાવી શકીશ. મારે પરિવારના કેટલાક સભ્યો વચ્ચે ઘણા મતભેદો રહ્યા છે. પરંતુ હવે મેં તેમને “માફ” કરી દીધા છે. હું મારા પરિવાર સાથે સમાધાન કરવા માંગુ છું. હવે લડાઈ ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી, જીવન કિંમતી છે. અમારી સુરક્ષા અંગેનો વિવાદ હંમેશા મુખ્ય મુદ્દો રહ્યો છે.”

રાજા અને ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ સરકારને પોલીસ સુરક્ષા છીનવી લેવા બદલ દોષી ઠેરવતા પ્રિન્સ હેરીએ કહ્યું હતું કે “આ કેસથી કેન્સરગ્રસ્ત પિતા સાથેના સંબંધો પર ખરાબ અસર પડી હતી. મેં ક્યારેય રાજાને સુરક્ષા મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું નથી. મને ખાતરી છે કે મને નુકસાન પહોંચાડવા માંગતા કેટલાક લોકો આને એક મોટી જીત માને છે. મારી સુરક્ષાના હકને દૂર કરવાના નિર્ણયથી મને દરરોજ અસર થાય છે, અને મને એવી સ્થિતિમાં મૂકી દીધો છે કે જો શાહી પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવે તો જ હું સુરક્ષિત રીતે યુકે પાછો ફરી શકું. 2020માં સુરક્ષાના દરજ્જામાં થયેલા ફેરફારોની અસર ફક્ત મને જ નહીં, પરંતુ મારી પત્ની અને પછીથી મારા બાળકોને પણ પડી હતી.’’

રાજકુમારે તેમની સુરક્ષા ઘટાડવાના નિર્ણયને પ્રભાવિત કરવા માટે રોયલ હાઉસહોલ્ડને દોષી ઠેરવ્યો હતો. જે અંગે બકિંગહામ પેલેસે કહ્યું હતું કે “આ બધા મુદ્દાઓની કોર્ટ દ્વારા વારંવાર અને કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી છે, અને દરેક પ્રસંગે એક જ નિષ્કર્ષ પર આવ્યા છે.”

તેમણે કહ્યું હતું કે ‘’તમે સરકાર છો, રાજવી પરિવાર છો, તમે મારા પિતા છો, મારો પરિવાર છો – આપણાં બધા મતભેદો હોવા છતાં, શું તમે ફક્ત અમારી સલામતી સુનિશ્ચિત કરવા માંગતા નથી? હું મારા દેશને પ્રેમ કરું છું અને હંમેશા કર્યો છે. ખરેખર ખૂબ દુઃખદ છે કે હું મારા બાળકોને મારું વતન બતાવી શકીશ નહીં. હવે હું વધુ કાનૂની પડકાર કરીશ નહીં.’’

હેરીએ કહ્યું હતું કે “મારા પરિવારના કેટલાક સભ્યો મને આત્મકથા ‘સ્પેર’ લખવા બદલ અને ઘણી બધી બાબતો માટે ક્યારેય માફ કરશે નહીં. વધુ લડાઈ ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી.

પ્રિન્સ હેરીએ યુકેના વડા પ્રધાન સ્ટાર્મર અને હોમ સેક્રેટરી હ્વવેટ કૂપરને તેમના સુરક્ષા કેસમાં હસ્તક્ષેપ કરવા અને રેવેક સમિતિની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા હાકલ કરી હતી.

આ અપીલમાં હાર થતાં હેરીને બંને પક્ષો માટેના કાનૂની ખર્ચ પેટે અંદાજે £૧.૫ મિલિયનથી વધુ રકમ ચૂકવવી પડે તેમ છે. ગયા વર્ષે હાઈકોર્ટના એક જજે ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે આ નિર્ણય કાયદેસર છે.

૭૬ વર્ષીય રાજા જ્યારે કેન્સરની સારવાર લઈ રહ્યા છે ત્યારે તેમના સ્વાસ્થ્ય અંગે અટકળો ફેલાવવા બદલ હેરીની આકરી ટીકા થઈ રહી છે.

LEAVE A REPLY