(PTI Photo)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુરુવાર, 8 મેએ 2025 માટે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું હતું. ધોરણ 12ની જેમ ધો.10માં 83.08 ટકા જેટલું ઊચું રિઝલ્ટ આવ્યું હતું.

GSEB ધોરણ 10ની પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન બે શિફ્ટમાં લેવામાં આવી હતી. ગયા વર્ષે, GSEB ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ જાહેર થયું હતું. કુલ પાસ ટકાવારી 85.56% હતી.

રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે આ વખતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 746892 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જેમાંથી 83.08% વિદ્યાર્થી પાસ થયા હતા. મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધુ 99.11% પરિણામ આવ્યું હતું. જ્યારે ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું 29.56% પરિણામ આવ્યું હતું. જોકે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 89.29% તો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા 72.55% રહ્યું હતું. 1574 શાળાઓનું પરિણામ 100% આવ્યું હતું. જ્યારે 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 45 જેટલી હતી.

LEAVE A REPLY