અમેરિકામાં સોમવારે એક કોર્ટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનને 12 હજાર જેટલા શરણાર્થીઓને દેશમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવાનો આદેશ કર્યો હતો. આ આદેશને અમેરિકાની ઇમિગ્રેશન નીતિને ફરીથી સુધારવાના સરકારના પ્રયાસો સામે ફટકા સામાન માનવામાં આવે છે. આ આદેશમાં અપીલ્સ કોર્ટના ચુકાદા દ્વારા લાદવામાં આવેલી મર્યાદાઓને સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં ટ્રમ્પ તંત્રને શરણાર્થીઓને પ્રવેશ આપવાની વ્યવસ્થાને રદ્ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે, તેમણે દેશમાં મુસાફરી કરવા માટે જે શરણાર્થીઓને અગાઉથી મંજૂરી મળી છે તેમને પ્રવેશ આપવો જોઈએ. એડમિનિસ્ટ્રેશને ગત અઠવાડિયે એક સુનાવણીમાં દલીલ કરી હતી કે, તેમણે ફક્ત 160 શરણાર્થીઓને જ પ્રવેશ આપવો જોઈએ, જેઓ જાન્યુઆરીમાં સીસ્ટમને રોકવાના એક્ઝિક્યુટિવ ઓર્ડરના બે અઠવાડિયાની અંદર મુસાફરી કરવાના હતા. પરંતુ ન્યાયમૂર્તિ જમાલ વ્હાઇટહેડે સોમવારે આ દલીલને ફગાવીને કહ્યું હતું કે, “સરકારનું અર્થઘટન, સરળ રીતે કહીએ તો, તે ઉચ્ચ કક્ષાની ‘શંકાસ્પદ પ્રવૃત્તિ (કપટ)’ છે.

LEAVE A REPLY