- ઇન્ડો-અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી IACFNJ સાઉથ બ્રનવિક દ્વારા ગરબા 2025નું આયોજન નરો હાઇ સ્કૂલ, 200 સ્કૂલહાઉસ રોડ, મોનરો ટાઉનશીપ NJ 08831 ખાતે 20 સપ્ટેમ્બર શનિવારના રોજ રાત્રે 8:30 થી 1:30 અને 27 સપ્ટેમ્બર શનિવારના રોજ રાત્રે 8:30 થી 1:30 સુધી 750 રિજ રોડ, મોનમાઉથ જંકશન, ન્યુજર્સી 08852 ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: ડૉ. તુષાર પટેલ – 848 391 0499
- હિન્દુ સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા દ્વારા 20મા વાર્ષિક માતા કા જાગરણ કાર્યક્રમનું આયોજન શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9-30 થી 12-15 સુધી 1994 લેક ડ્રાઇવ, કેસલબેરી, FL 32707 ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક – શ્રીમતી નીમા વેદી 407 415 8501.
- ગુજરાતી સમાજ ઓફ નોર્થ ઇસ્ટ ફ્લોરિડા દ્વારા ગુજરાતી સમાજ પિકનિક 2025નું આયોજન રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે કેથરીન એબી હન્ના પાર્ક શેલ્ટર્સ 2 અને 3 (ઓશનસાઇડ) 500 વન્ડરવુડ ડૉ. જેક્સનવિલે, FL 32233 ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં ભોજન, રમતગમત અને પ્રવૃત્તિઓ માણવા મળશે. gsnef.org
- હિન્દુ સોસાયટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા, 1994 લેક ડ્રાઇવ, કેસેલબેરી, FL 32707 USનો હોદ્દેદારોની 2026-27ની વરણી માટે નોમિનેશન મંગાવવામાં આવી રહ્યા છે. નોમિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર રાત્રે 8 વાગ્યાની છે. નોમિનેશન પાછું ખેંચવાનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બર છે. સંપર્ક – પ્રમોદ દુબે, પ્રમુખ HSCF 407-221-5616
