ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-૧, ખાતે આજે હર્ષ સંઘવીએ વિધિવત્ નાયબ મુખ્ય પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા પહેલા તેમણે ભગવાનના દર્શન કરીને ગુજરાતની પ્રગતિ અને નાગરિકોની જનસુખકારી માટે પ્રાર્થના કરી હતી. આ નિમિત્તે તેમના પરિવારજનો, સમર્થકો, વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સાથી સભ્ય તરીકે ચાર્જ સંભાળવાનો અવસર મળ્યો છે.
આજે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરી છે. તે ઉપરાંત સાથી મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ સાથે બેઠક યોજીને તેમના અનુભવનું માર્ગદર્શન તેમજ તેમના સહયોગથી ગુજરાતના નાગરિકોની સુખાકારીમાં વધુમાં વધુ વધારો થાય તે દિશામાં કામ કરવામાં આવશે. ચાર્જ સંભાળવાના આ પ્રસંગે અલગ અલગ જિલ્લાઓ અને શહેરોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા શુભેચ્છકોએ હર્ષ સંઘવીને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત અન્ય વિભાગના નવનિયુક્ત પ્રધાનોએ પણ તેમના પરિવારજનો અને સમર્થકોની હાજરીમાં પૂજન કરીને જવાબદારી સંભાળી હતી.

LEAVE A REPLY